યાત્રાધામ કાયાવરોહણના આશ્રમના સાધુ સંતો તીવ્ર દુર્ગંધથી પરેશાન
Vadodara : વડોદરા જીલ્લાના પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ ખાતેના લકુલીશ ધામના સાધુ-સંતો તથા યોગસાધકો છેલ્લા કેટલાય દિવસથી દુર્ગંઘ તેમજ આંખોમાં બળતરા થવી સમસ્યાઓથી હેરાન થઇ આખરે પોલીસની મદદ લીધી છે.
કાયાવરોહણ ગામની સિમમાં જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે. તાજેતરમાં વિસ્તારની હવામાં દુર્ગંધ આવતી હોવાની સાથે જ લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદો થઇ હતી. દુર્ગંધથી ત્રાસી આખરે આશ્રમન પ્રિતમુનિ ગુરૂરાજર્ષિમુની દ્વારા પોલીસ દ્વારા પ્રદુષણ બોર્ડને જાણ કરવા માટેની ફરિયાદ આપી છે. ડભોઇ પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.