Get The App

વડોદરા: કોર્પોરેશનની દલા તરવાડી જેવી નીતિ ખુલ્લી પડતા મેયરએ પાણી પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી

- કોન્ટ્રાક્ટરને ફાયદો અપાવવાની પેરવી અટકાવી રૂ.બે કરોડનો ખર્ચ ઘટાડવા સુચના

Updated: Nov 26th, 2021


Google News
Google News
વડોદરા: કોર્પોરેશનની દલા તરવાડી જેવી નીતિ ખુલ્લી પડતા મેયરએ પાણી પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી 1 - image


વડોદરા, તા. 26 નવેમ્બર 2021 શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંઘરોટ પાણી પુરવઠા યોજના માં વધારાના રૂ.10.59 કરોડ ના ખર્ચ ની દરખાસ્ત આવી સમિતિમાં રજૂ થતાં વિવાદ સર્જાયો હતો અને દલા તરવાડી જેવી કોર્પોરેશનની નીતિ ખુલ્લી પડી હતી જે સામે મેયર કેયુરભાઈ રોકડિયા એ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જે કામો જરૂરી નથી તે કામોનો ખર્ચ ઘટાડવા સુચના આપી હતી જેને કારણે અંદાજે રૂપિયા બે કરોડનો ખર્ચ ઘટાડો થશે તેમ માનવામાં આવે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇજનેરો અને ઇજારદાર ની સાઠગાંઠ ને કારણે દલા તરવાડીની નીતિ ની જેમ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવા ની દેવી થતી હોય છે જે અંગે તાજેતરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સિંધરોટ પાણી પુરવઠા યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટરને વધારાની ચાર મહિનાની મુદત આપવા ઉપરાંત ખાનગી માલિકીની જમીન ખરીદી, માટીપુરાણ અને રીટર્નિંગ વોલ બનાવવા સહીતના વધારાના કેટલાક કામો પાછળ રૂ.10.59 કરોડનો ખર્ચ થશે તે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી જેથી વિવાદ સર્જાયો હતો.

પાણી પુરવઠા વિભાગ અને ઇજનેર વચ્ચેની સાંઠગાંઠ ની માહિતી બહાર આવતા મેયર કેયુર રોકડિયા એ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને તેઓ પોતે ટેકનોક્રેટ હવાને કારણે સમગ્ર સિંધરોટ પાણી પુરવઠા યોજના ની માહિતી મેળવી હતી જેમાં હાલ માં આવેલી વધારાના કામની દરખાસ્ત આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરતા કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે રીતના કેટલાંક કામો મૂકવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું જેને ધ્યાનમાં રાખી રીટર્નિંગ વોલ તેમજ માટીપુરાણ પાછળનો વધારાનો ખર્ચો અટકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને કારણે અંદાજે રૂપિયા બે કરોડનો ખર્ચ માં ઘટાડો થશે તેમ માનવામાં આવે છે.

Tags :
Vadodara-Municipal-CorporationWater-Supply

Google News
Google News