વડોદરા : ટ્રેનના પેન્ટ્રીકારમાં નોકરીના બહાને ગઠિયો મેનેજરનો મોબાઈલ અને રોકડ તફડાવી ગયો
વડોદરા, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર
જયપુરથી મુંબઈ જતી જયપુર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આશિષ અમરીશ ગુપ્તા ટ્રેનમાં હાજર હતા ત્યારે એક શખ્સે આવીને મેનેજરને જણાવ્યું કે હું ખૂબ જ પરેશાન છું તમે મને નોકરી પર રાખી લો ટ્રેનમાં આ મુદ્દે મેનેજર સાથે અજાણ્યો શખ્સ વાતચીત કરતો હતો.
દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા અજાણ્યો શખ્સ મેનેજરનો મોબાઈલ અને રોકડ 5000 ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.