મકરપુરા પી.આઇ.એ યુવકને બેલ્ટ વડે માર માર્યો
યુવકને દુખાવો થતા સયાજીમાં સારવાર માટે દાખલ
વડોદરા,મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ.એ એક યુવકને બેલ્ટ વડે માર મારતા તેને દુખાવો થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઇકાલે ડીસીબી દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબીશનનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મકરપુરા પોલીસ દિપક વર્મા નામના એક યુવકને ઘરેથી લઇ આવી હતી. આ ગુનામાં પોતાની કોઇ સંડોવણી નહીં હોવાનું તેણે પોલીસને જણાવ્યું હોવાછતાંય પી.આઇ. વી.એસ. પટેલે તેને બેલ્ટ વડે માર માર્યો હતો. દિપકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના દરમિયાન વી.એસ.પટેલે કેટલાક પત્રકરો સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હોવાની રજૂઆત પણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.