અકોટાની ઊર્મિ સોસાયટીના એન આર આઈના બંધ મકાનના તાળા તોડી ચોરી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
અકોટાની ઊર્મિ સોસાયટીના એન આર આઈના બંધ મકાનના તાળા તોડી ચોરી 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 24 માર્ચ 2024, રવિવાર

અકોટાની ઊર્મિ સોસાયટીમાં રહેતા એનઆરઆઇના બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી એસી તથા ઘરવખરી સામાન અને રોકડા 4000 ચોરી ગઈ હતી. 

અકોટા ની ઊર્મિ સોસાયટીમાં રહેતા લીલાબેન પંચોલી તથા તેમના બહેન મીનાબેન હાલ યુકે રહે છે લીલાબેન ના આ મકાનમાં બંને બહેનો રહેતા હતા પરંતુ તેઓ યુકે સીટીઝન થઈ ગયા હોય આવતા જતા રહે છે તેઓનું મકાન ખાલી હોવાથી મકાનની દીકરી કરવા માટે તેમણે પોતાના એડવોકેટ ને કહ્યું હતું. ગત 21મી તારીખે એડવોકેટ તેમના મકાનમાં ગઈ જઈને સાફ-સફાઈ કરાવી તાળું મારી બપોરે ઘરે આવી ગયા હતા લીલાબેનના ઘરની સામે ઊભા રહેતા ફ્રુટની લારીવાળાએ એડવોકેટને ફોન કરીને જણાવ્યું હતું કે મકાનના મુખ્ય દરવાજાના લોક તૂટેલા છે જેથી એડવોકેટ મકાન પર દોડી ગયા હતા. મકાનમાં જઈને તેમણે જોયું તો વીડ રૂમમાં મૂકેલી તિજોરી ખુલ્લી હતી સામાન વેર વિખેર હતો મકાનમાં તપાસ કરતા ચોર ટોળકી એસી તથા રસોઈનો ઘરવખરી સામાન અને રોકડા 4000 મળી કુલ 14 હજારની ચોરી કરી ગઈ હોવાનું જણાયું હતું.


Google NewsGoogle News