વડોદરા: તાંદલજાની મસ્જિદ તોડવાનો મુદ્દો કલેકટરની કમિટીમાં પહોંચ્યો

Updated: Nov 20th, 2021


Google NewsGoogle News
વડોદરા: તાંદલજાની મસ્જિદ તોડવાનો મુદ્દો કલેકટરની કમિટીમાં પહોંચ્યો 1 - image


વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મસ્જિદના વિવાદિત બાંધકામના મુદ્દે વિવાદ વકરતા જિલ્લા કલેકટર લેવલે કમિટીમાં પહોંચ્યો છે. જેમાં વડોદરા કોર્પોરેશન તરફથી આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે. હવે કમિટીમાં ચર્ચા-વિચારણા બાદ અંતિમ નિર્ણય લેવાશે.

તાંદલજા વિસ્તારમાં 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે. અને તેમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં. તેમ છતાં મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હતું. 

અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકાએ સાત દિવસની મુદત આપી હતી અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી હતી. 

મસ્જિદ સંચાલકોએ સ્વેચ્છાએ વધારાનું બાંધકામ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરી હતી .તાંદલજા વિસ્તારમાં જે પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે.આ મસ્જિદમાં પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગની જાણ બહાર માર્જિન વાળા ભાગમાં બાંધકામ થયું છે.

અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે તાંદલજા ની મસ્જિદ તોડવા નો મુદ્દો ભાજપના કોર્પોરેટર નિતીન દોંગા એ કોર્પોરેશનની સભામાં ઉઠાવ્યો હતો ત્યારબાદ તેઓને ઇન્ટરનેશનલ મોબાઈલ નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.


Google NewsGoogle News