Get The App

ગુજસીટોકના ગુનાની તપાસમાં વડોદરાના અન્ય બૂટલેગરો સુધી રેલો આવવાની શક્યતા

વિજુ સિન્ધીની ગેંગમાં સુનિલ સહિત અન્ય બૂટલેગરો પણ સામેલ : જામીન પર છૂટીને ફરીથી સક્રિય થતા બૂટલેગરો

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News

 ગુજસીટોકના ગુનાની  તપાસમાં વડોદરાના અન્ય બૂટલેગરો સુધી રેલો આવવાની શક્યતા 1 - imageવડોદરા,રાજ્યમાં પ્રતિબંધિત વિદેશી દારૃની  હેરાફેરી કરતી ટોળકી વિરૃદ્ધ સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. આ કેસમાં વડોદરાથી ફરાર થઇને વિદેશ ભાગી ગયેલા બૂટલેગર વિજુ સિન્ધીનું પણ નામ છે. એસ.એમ.સી.ની તપાસનો રેલો વડોદરાના અન્ય બૂટલેગરો સુધી પહોંચે તેવી શક્યતાના પગલે ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં ઘણા એવા બૂટલેગરો છે. જેઓની સામે સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા છે. તેમછતાંય તેઓ જામીન પર છૂટીને ફરીથી આ જ ધંધો કરતા હોય છે.

સ્ટેટ મોનિટરીગ  સેલ દ્વારા પ્રોહિબીશનની પ્રવૃત્તિ સામે કડક હાથે કામગીરી શરૃ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા જ વડોદરાના નામચીન બૂટલેગર વિજુ સિન્ધી સહિત અન્ય જિલ્લાના બૂટલેગર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીઓને પકડવાની તેમજ અન્ય આરોપીઓ સુધી  પહોચવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરાનો વિજુ સિન્ધી એકલા હાથે દારૃનો ધંધો કરતો નહતો. તેની સાથે  સુનિલ ઉર્ફે અદો સહિતના અન્ય સાગરીતો પણ સામેલ હતા. તેઓએ વડોદરામાં એક કંપની જ બનાવી દીધી હતી. તપાસનો  રેલો કંપનીના અન્ય સભ્યો સુધી આવવાની શક્યતા છે. વડોદરામાં એવા સંખ્યાબંધ બૂટલેગરો છે.જેઓની સામે ભૂતકાળમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે. પરંતુ, જામીન પર છૂટયા પછી તેઓ ફરીથી દારૃના ધંધામાં સક્રિય થઇ જાય છે. મનોજ પાપડ, કિરણ કહાર,અર્જુન મારવાડી, કાલુ ટોપી, ઇમરાન, રિયાઝ, પ્રેમ સિન્ધી સહિતના બૂટલેગરો સામે અગાઉ ગુનાઓ નોંધાયા છે. એક ગુનામાં જામીન  પર છૂટયા પછી તેઓ ફરીથી દારૃનો ધંધો શરૃ કરી દેતા હોય છે.  જો આવા બૂટલેગરોની સંપતિ જપ્ત કરવામાં આવે તો કરોડો રૃપિયાની મિલકત સરકાર હસ્તક થાય. પોલીસ આવા બૂટલેગરોને નિષ્ક્રિય કરવામાં નિષ્ફળ નીવડે છે.


Google NewsGoogle News