Get The App

વડોદરા જી.એસ.ટી.ના ઇન્ટેલિજન્સ વિભાગે દિલ્હીના વેપારીની ધરપકડ કરી

19 બોગસ કંપનીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યુ, વેપારીની જામીન અરજી ઉપર આજે ચુકાદો

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
વડોદરા જી.એસ.ટી.ના ઇન્ટેલિજન્સ વિભાગે દિલ્હીના વેપારીની ધરપકડ કરી 1 - image


વડોદરા : મહારાષ્ટ્રના ભિવંડી ખાતે આવેલી અર્જુન એન્ટરપ્રાઇઝ લિમિટેડના દિલ્હી ખાતે રહેતા સંચાલક અર્જુન અનિલ આનંદની વડોદરા સ્થિત જીએસટીના ઇન્ટેલિજન્સ વિભાગે રૃ.૪૭.૯૮ કરોડની જીએસટી ચોરીના કેસમાં ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે.  આ કેસમાં આરોપી અર્જુન આનંદે વડોદરાની ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટની  કોર્ટમાં જામીન માટે અરજી કરી છે જેનો જીએસટી વિભાગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે બન્ને પક્ષની સુનાવણી પુરી થઇ છે અને ચુકાદો તા.૨૩ જાન્યુઆરી ગુરૃવાર ઉપર મુલતવી રાખવામાં આવ્યો છે.

જીએસટીના ઇન્ટેલિજન્સ ઓફિસર શાન પ્રતાપ વર્માએ ચિફ મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન અરજીનો વિરોધ કરતા કારણો રજૂ કર્યા હતા કે આરોપી અર્જુન અનિલ આનંદ (રહે. હાઉસ નં.૨૪, ગ્રાઉન્ડ ફ્લોર, રોડ નં.૭૦, વેસ્ટ પંજાબી બાગ, વેસ્ટ દિલ્હી) ભિવંડી ખાતે અર્જુન એન્ટરપ્રાઇઝ લિમિટેડના નામે પેઢી ચલાવે છે. ઇન્ટેલિજન્સ વિભાગને માહિતી મળી હતી કે શંકાસ્પદ કંપનીઓ મારફતે આરોપી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી રહ્યો છે.

જીએસટી વિભાગની તપાસમાં બહાર આવ્યુ કે આરોપીએ ૧૯ બોગસ કંપનીઓ તૈયાર કરી હતી. આ કંપનીઓ માત્ર કાગળ ઉપર હતી હકિકતમાં તેનું કોઇ અસ્તિત્વ હતુ નહી અને ૧૯ બોગસ કંપનીઓ મારફતે તેણે રૃ.૪૭.૯૮ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને જીએસટી ચોરી કરીને સરકાર સાથે છેતરપિંડી કરી છે. આરોપી અર્જુન આનંદ કંપનીનો મુખ્ય સંચાલક અને કંપનીનો તમામ કારોબાર તેના હસ્તક છે એટલે આ કૌભાંડમાં તેની સીધી સંડોવણી છે માટે તેને જામીન આપવામાં ના આવે.

બોગસ કંપનીઓના નામ મેળવેલી ઇનપુટ ક્રેડિટ (કરોડમાં)

આર.કે. મેટલ                           ૨.૮૧

રાધાક્રિષ્ણ એન્ટરપ્રાઇઝ                   ૩.૮૩

એપેક્સ ટ્રેડર્સ                           ૨.૭૪

આર.આર.ટ્રેડર્સ                    ૪.૪૮

પ્લસ એન્ટરપ્રાઇઝ                    ૧.૫૧

પ્રેમ એન્ટપ્રાઇઝ                    ૧.૧૯

શ્રી લક્ષ્મી મેટલ ઇન્ડસ્ટ્રિઝ             ૩.૬૬

એ.જે.ટ્રેડર્સ                             ૩.૧૪

એસ.કે. ઇમ્પેક્સ                     ૧.૮૦

આકાશ ટ્રેડર્સ                             ૧.૬૯

રમણ ટ્રેડિંગ કં                             ૩.૩૭

પ્રિકેમ એન્ટરપ્રાઇઝ                    ૨.૪૫

મહાદેવ ટ્રેડર્સ                            ૦.૯૭

સાઇનાથ ટ્રેડર્સ                            ૨.૦૪

શ્યામ એન્ટરપ્રાઇઝ                    ૩.૦૫

ભારત મેટલ્સ                            ૨.૩૮

શિવ ટ્રેડર્સ                           ૩.૬૪

શ્રી ગણેશાય ટ્રેડર્સ                   ૨.૮૮

અર્જુન એન્ટરપ્રાઇઝીસ                   ૧.૨૬


Google NewsGoogle News