ન્ઝીસ્ટ માલની ચોરી થાય તો વીમા કંપની ક્લેઈમ નકારી શકે નહીં

ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરની બેદરકારીના કારણે ટ્રાન્ઝીસ્ટ માલની ચોરી થાય તો માલ મોકલનાર સપ્લાયર જવાબદાર ન ગણાય

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ન્ઝીસ્ટ માલની ચોરી થાય તો વીમા કંપની ક્લેઈમ નકારી શકે નહીં 1 - image


સુરત,


ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરની બેદરકારીના કારણે ટ્રાન્ઝીસ્ટ માલની ચોરી થાય તો માલ મોકલનાર સપ્લાયર જવાબદાર ન ગણાય


ટ્રાન્સપોર્ટેશનમાં ડ્રાઈવર કે ટ્રાન્સપોર્ટ કંપનીની કસુરના લીધે  માલની ચોરી થાય તો સપ્લાયર્સની જવાબદારી ન ગણાય આવા સંજોગોમાંવીમા કંપની માલનો ક્લેઈમ નકારી શકે નહીં તેવો મહત્વપુર્ણ ચુકાદો આજે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા ડૉ.તિર્થેશ મહેતાએ આપી ફરિયાદીને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.18.17 લાખ તથા ખર્ચ-હાલાકી બદલ કુલ 25 હજાર 30 દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે.

કલાશ્રી ફેબ્રિક્સ પ્રા.લિ.ના ફરિયાદી સંચાલકે ચોલા મંડલમ કંપી લિ.ના મારીન કાર્ગો ઓપન પોલીસી તરીકે ઓળખાતો 5 કરોડનો વીમો લીધો હતો. દરમિયાન પટના સહિત દેશના જુદા જુદા શહેરોના 34 જેટલા વેપારીઓને કુલ રૃ.18.17 લાખની કિંમતના આર્ટ સિલ્ક સાડીનો જથ્થાના અલગ અલગ પાર્સલો એનબીટી લોજીસ્ટીક ઈન્ડીયા પ્રા.લિ.નામની ટ્રાન્સપોર્ટ કંપની મારફતે મોકલ્યા હતા. તે વેપારીઓ સુધી નહી પહોંચતા ફરિયાદીએ ટ્રાન્સપોર્ટ કંપનીને પુછતા સંતોષકારક જવાબ ન મળતાંં ઈન્દોરના બેલના પોલીસ મથકમાં ટ્રાન્ઝીસ્ટ દરમિયાન માલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.જે અંગે ટ્રાન્સપોર્ટ કંપનીએ નોનડીલીવરી સર્ટીફિકેટ પણ આપ્યું હતુ.જેથી ફરિયાદીએ રૃ.18.17 લાખના પાર્સલ ટ્રાન્ઝીસ્ટમાં ચોરાયા હોવાથી વીમા કંપનીને ક્લેઇમ કરતા નકારી કઢાયો હતો. વીમાં કંપનીએ ણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરે બેલના  ખાતે બેજવાબદારી પુર્વક ટ્રક પાર્ક કરી ચાલક પોતાના ઘરે ગયો હતો.જેથી તાડપત્રી તોડીને 34 પાર્સલની કોઈએ ચોરી કરી હોઈ પોલીસી શરતના  ભંગ કર્યો હોઈ વીમા કંપની ક્લેઈમ ચુકવવા જવાબદાર નથી.જેથી ફરિયાદીએ ઈશાન શ્રેયસદેસાઈ તથા પ્રાચી દેસાઈ મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાખી ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર કે કલીનરની કસુરના કારણે ટ્રાન્ઝીસ્ટ માલની ચોરી થાય તો તે સંજોગા બદલં સપ્લાયર જવાબદારી કે અંકુશ નહોતો નથી. બિનવારસી વાહનનો ક્લોઝ કેરીયરની કસ્ટડીમાં રહેલા માલને લાગુ પડતો ન હોઈ વીમા કંપની ક્લેઈમ ચુકવવા જવાબદાર છે.


suratcourt

Google NewsGoogle News