ગુજરાતમાં રક્ષક જ ભક્ષક, સૌથી વધુ કાયદાની મજાક પોલીસે બનાવી, જેલ-કસ્ટડીમાં 87 મોતના ગુના

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Gujarat Police


Highest Number of Cases against Police in Gujarat: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પોકળતાના આંકડા ખુલ્લા પડી રહ્યાં છે, ખાસ કરીને માનવ અધિકારનું હનન કરતી પ્રવૃત્તિ સામે માનવ અધિકાર આયોગમાં છેલ્લા છ વર્ષમાં 17,348 પિડીતોએ કેસ દાખલ કર્યા છે. આ આંકડો જોઇને એવું લાગી રહ્યું છે કે પોલીસ સામેના ગુના, મહિલા અને નિર્દોષ બાળકો પરના અત્યાચારો તેમજ મજૂરો પર શોષણના કિસ્સા વધી રહ્યાં છે.

આયોગમાં એક વર્ષમાં 2500થી વધુ ફરિયાદો થઇ  

માનવ અધિકાર ભંગની છેલ્લા ત્રણ વર્ષમાં 8000 જેટલી ફરિયાદો જોવા મળી છે જેમાં મુખ્યત્વે, બાળ અને મહિલા સામેના અત્યાચારો, પોલીસ અટકાયત પછી વ્યક્તિ પર ત્રાસ કે મૃત્યુ તેમજ વ્યક્તિનું શોષણનો સમાવેશ થાય છે. આયોગના 17મા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અખબારોમાં આવેલા અહેવાલો સંદર્ભે આયોગ તરફથી સુઓમોટો કાર્યવાહી કરીને 238 કેસોમાં જવાબદારોને નોટિસ આપી પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: સરકારી નાણાનો દુરુપયોગ, ગુજરાતનાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા!

એક વર્ષની કાર્યવાહીમાં આયોગે કેટલાક કેસોમાં ભોગ બનેલાઓને 12.50 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું છે. રાજ્ય માનવ અધિકાર આયોગના સચિવ ભાર્ગવી દવેના રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આયોગને અનુક્રમે 2890, 2700 અને 2576 કેસો મળ્યા છે. 

અખબારી રિપોર્ટના આધારે 238 કેસોમાં સુઓમોટો પગલાં

આયોગે તપાસના વર્ષમાં મોટાભાગની ફરિયાદોનો નિકાલ કર્યો હતો પરંતુ હજી 400 કેસો પડતર છે. આયોગને મળેલા કુલ કેસ પૈકી 363 કેસ પોલીસ અત્યાચારના છે. 112 મહિલાને લગતા છે. 1998 કેસ પરચૂરણ જોવા મળે છે. રાજ્યમાં પોલીસ વિભાગે માનવતાની બઘી હદ પાર કરી દીધી છે. સામે આવેલા આંકડા પ્રમાણે 72 લોકોના જેલ કસ્ટડીમાં તેમજ 15 લોકોના પોલીસ કસ્ટડી મળીને કુલ 87 મૃત્યુ થયાં છે. સૌથી વધુ 28 કેસો અમદાવાદ, 11 કેસ વડોદરા, 10 કેસ રાજકોટ અને નવ કેસ સુરતમાં બન્યાં છે.

આ પણ વાંચો: ઇમ્પેક્ટ કાયદા લઇને મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે

રાજ્યમાં બાળ મજૂરી, બાળ લગ્ન, બાલ દેહ વિક્રય, બાળકોનો અનૈતિક વ્યાપાર, જાતિય સતામણી અને ગૂમ થવા અંગેના બાળકો સબંધિત ગુનાઓ બનેલા છે. છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા કુલ 12072 કેસ પૈકી સૌથી વધુ 3307 કેસ પોલીસ સામેના છે. 912 કેસ ગુંડા, માફિયા અને ભૂગર્ભ પ્રવૃત્તિ કરનારા તત્વોના છે. સેવાકીય બાબતોના 675 કેસ પછી મહિલાને લગતા કેસોની સંખ્યા 547 થવા જાય છે.

ગુજરાતમાં રક્ષક જ ભક્ષક, સૌથી વધુ કાયદાની મજાક પોલીસે બનાવી, જેલ-કસ્ટડીમાં 87 મોતના ગુના 2 - image


Google NewsGoogle News