રાજકોટના કારચાલકને શોધવા માટે વાસદના પુલ ઉપર વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી
વાસદ બ્રિજ પર થી બિનવારસી કાર મળતાં ઉત્તેજના : ઘેર પરત નહિં ફરેલા ચેતનભાઇના કુટુંબીએ રાજકોટ પોલીસને જાણ કરતાં શોધખોળ કરાઇ
વડોદરા,: વાસદ બ્રિજ પરથી બિનવારસી કાર મળી આવવાના બનાવને પગલે ઉત્તેજના વ્યાપી હતી.કારચાલક નદીમાં કૂદી પડયા હોવાની આશંકાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,રાજકોટના ચેતનભાઇ નામના શખ્સ ઘેર નહિં પહોંચતા તેમના પરિવારજને તપાસ કરી હતી.જે દરમિયાન કારનું લોકેશન વાસદ બ્રિજ પાસે દેખાતાં રાજકોટ પોલીસે વાસદ પોલીસને જાણ કરી હતી. ફાજલપુર બ્રિજની હદ નંદેસરી પોલીસની હોવાથી પીઆઇ સ્વપ્નિલ પંડયાએ તપાસ કરાવી હતી.બ્રિજ પર કાર પડી હોવાથી કારચાલક નદીમાં પડયા હોવાની આશંકાને પગલે પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.મોડીસાંજ સુધી ફાયર બ્રિગેડે મહીસાગરમાં બોટ મારફતે શોધખોળ કરી હતી. પરંતુ લાપત્તા થયેલા કારચાલકના કોઇ સગડ મળ્યા નહતા.જેથી નંદેસરી પોલીસે વધુ તપાસ જારી રાખી છે.