Get The App

કાયમી નોકરી માટે ઉપવાસ પર બેઠેલા ત્રણની તબિયત બગડી 108માં સારવાર માટે લઈ જવાયા

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
કાયમી નોકરી માટે ઉપવાસ પર બેઠેલા ત્રણની તબિયત બગડી 108માં સારવાર માટે લઈ જવાયા 1 - image


સુરત,તા. 15 ડિસેમ્બર 2023,શુક્રવાર 

સુરત મહાનગરપાલિકામાં ઘણા સમયથી હંગામી ધોરણે બેલદારની ફરજ બજાવતા કર્મચારીઓ થોડા દિવસ પહેલા પ્રદર્શન કર્યું હતું અને ત્યાર બાદ પાલિકાની મુખ્ય કચેરી સામે જ આરણાંત ઉપવાસ પર બેસી ગયાં હતા.દરમિયાન ત્રણ વ્યક્તિઓની તબિયત આજે બગડી જતાં તેમને સારવાર માટે 108માં લઈ જવાય હતા. 

સુરત મહાનગરપાલિકા સફાઈની કામગીરી પર ભાર મુકી રહી છે અને આ કામગીરીમાં કાયમી કર્મચારીઓ સાથે હંગામી કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવી છે. હંગામી ધોરણે સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હવે  કાયમી કર્મચારી તરીકેની નિમણુંક માટે માગણી થઈ રહી છે. થોડા દિવસ પહેલાં આ  હંગામી કર્મચારીઓએ પાલિકાની મુખ્ય કચેરીએ  હંગામો મચાવીને કાયમી કર્મચારી તરીકેની માગણી કરી પ્રદર્શન શરુ કર્યું હતું. આ ઉપરાંત આ રોજીંદા કર્મચારીઓએ 12 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જેમાંથી આજે ત્રણેક ની તબિયત બગડી હતી તેમને 108ની મદદથી સારવાર માટે લઈ જવામા આવ્યા હતા.


Google NewsGoogle News