Get The App

જનસેવા હોસ્પિટલને મોડમોડે આરોગ્ય વિભાગે સીલ મારી સંચાલકોને નોટિસ ફટકારી

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
જનસેવા હોસ્પિટલને મોડમોડે આરોગ્ય વિભાગે સીલ મારી સંચાલકોને નોટિસ ફટકારી 1 - image


- બબલુ શુક્લા, ગંગાપ્રસાદ મિશ્રા, રાજારામ દુબેને હોસ્પિટલની નોંધણીના આધાર-પુરાવા સાથે હાજર રહેવા તાકીદ

             સુરત

પાંડેસરની જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ફાયર વિભાગે સીલ માર્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ પ્રથમ વખત કલીનીકલ એસ્ટાબલીસ એકટ હેઠળ સીલ મારીને ત્રણ સંચાલકોને આગામી ૨૮મી નવેમ્બરે આધાર પુરાવા સાથે હાજર રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ.

રાજય સરકારે નવો એકટ અમલમાં આવ્યા બાદ તમામ હોસ્પિટલો, કલીનીકોને ફરજિયાત ઓનલાઇન નોંધણી કરવાનો આદેશ કરાયો છે. આ આદેશની સાથે જ સુરત શહેર અને જિલ્લાની તમામ હોસ્પિટલોને જિલ્લા આરોગ્ય અધિકારના સુપરવિઝન હેઠળ મુકી દેવામાં આવી છે. દરમ્યાન પાંડેસરાની જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને લઇને પાલિકાના ફાયર વિભાગે સીલ મારી કાર્યવાહી કર્યા બાદ પોલીસ દ્વારા પણ તપાસ ચાલી રહી હતી. દરમ્યાન આ હોસ્પિટલના સંચાલકોએ નવા એકટ મુજબ ઓનલાઇન પોર્ટલ પર નોંધણી નહીં કરાવી હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ દ્વારા શુક્રવારની મોડી રાત્રે આ હોસ્પિટલને સીલ મારી હતી. સાથે જ આ હોસ્પિટલના ત્રણ સંચાલકો બબલુ રામાઆશ્રમ શુકલ ( રહે. સાંઇ પુજા રો હાઉસ, ભેસ્તાન ), ંગંગાપ્રસાદ વૈકુઠપ્રસાદ મિશ્રા ( રહે. ગૃહમ સોસાયટી હનુમાન મંદિરની પાસે ગોડાદરા ) તથા રાજારામ કેશવપ્રસાદ દુબે ( રહે. ૧૧૮/એ તૃપ્તીનગર, મિલન પોઇન્ટ, પાંડેસરા ) ને ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબલીસ એકટ-૨૦૨૧ હેઠળ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હોય તો આધાર પુરાવા સાથે આગામી ૨૮ મી નવેમ્બરે હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ છે. નહીતર આ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કેટલાક ડોકટરો રાજ્ય બહારના, પ્રેકટીસ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ તે પ્રશ્ન

પાંડેસરાની જનસેવા હોસ્પિટલને પહેલા ફાયર વિભાગ સીલ માર્યા બાદ વિવાદ ચાલી જ રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સીલ મારી દેવાતા એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આ હોસ્પિટલમાં ફરજ બજાવનારા તમામ તબીબો પૈકી કેટલાક તબીબો રાજય બહારના છે. આથી ગુજરાતમાં પ્રેકટીસ કરતી વખતે તબીબોએ ગુજરાત મેડિકલ કાઉન્સીલનું રજિસ્ટ્રેશન લેવુ ફરજિયાત છે. આથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબોએ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ છે કે નથી ? તેની તપાસ કરવામાં આવશે. અને જો નહીં કરાવ્યુ હશે તો નવા એકટ મુજબ કાર્યવાહી થઇ શકે છે.


Google NewsGoogle News