ગુજરાત હાઈકોર્ટને મળશે ત્રણ નવા જજ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી નિમણૂકની ભલામણ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ગુજરાત હાઈકોર્ટને મળશે ત્રણ નવા જજ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી નિમણૂકની ભલામણ 1 - image


Gujarat High Court will get three new judges : ગુજરાત હાઈકોર્ટને 3 નવા ન્યાયાધીશ મળશે. આ માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત માટે ત્રણ એડવોકેટની હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરેલા સૂચનમાં સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપતેન્દ્ર નારાયણ રે (ડી.એન. રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતના નામ સામેલ છે, જે રાષ્ટ્રપતિના હુકમ બાદ ન્યાયાધીશ બનશે.  

ડી. એન. રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર છે. સંજીવ ઠાકર ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેનના ભાઈ છે, જ્યારે મૌલિક શેલત ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. 


Google NewsGoogle News