Get The App

પોલીસ કોન્સ્ટેબલની ભરતીની કસોટી દરમિયાન યુવતી ઢળી પડી

છાતીમાં દુખાવો થતા યુવતીને સયાજીમાં સારવાર માટે લઇ જવાઇ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News

 પોલીસ કોન્સ્ટેબલની ભરતીની કસોટી દરમિયાન યુવતી  ઢળી પડી 1 - imageવડોદરા,પોલીસ કોન્સ્ટેબલની ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક યુવતી રનિંગ દરમિયાન પડી જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલના  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે આજે પીટીએસ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે શારીરિક કસોટી હતી. આ પરીક્ષામાં ભાગ લેવા આવેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બેડાત ગામની ૨૪ વર્ષની યુવતી રાધાબેન જશુભાઇ પટેલ આવી હતી. શારીરિક કસોટી દરમિયાન દોડતા સમયે રાધાબેનને ચક્કર આવતા તે પડી ગયા હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર પછી તેની તબિયત સારી છે.


Google NewsGoogle News