Get The App

મગોડી પાસે ખારી નદીમાં આખરે ભૂસ્તર તંત્ર ત્રાટક્યું

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
મગોડી પાસે ખારી નદીમાં આખરે ભૂસ્તર તંત્ર ત્રાટક્યું 1 - image


તંત્ર સફાળું જાગ્યુંઃ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

ગેરકાયદે રેતી ખનન અને ચોરીમાં ઉપયોગ કરાયેલા ટ્રેક્ટરના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે

ગાંધીનગર :  ગાંધીનગરના મગોડી ખાતેથી પસાર થતી ખારી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરાતું હોવાના સમાચારને પગલે સફાળા જાગેલા ભુસ્તર તંત્ર દ્વારા અહીં દરોડો પાડીને બિન અધિકૃત ખનન અને ચોરી કરતા ત્રણ ટ્રેક્ટર ચાલકો પકડી પાડયા છે. જેમની પાસેથી ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરની સાબરમતી નદી જ નહીં પરંતુ અન્ય નાની નદીઓમાં પણ રેતી ખનની બદી ફુલી ફાલી છે જેના કારણે સ્થાનિકો અને નદી કિનારાના ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો ગામના રસ્તાઓ આ ડમ્પરો અને ટ્રકના આવન જાવનથી બિસ્માર થઇ ગયા છે. જો કે, આ રેતી ખનન રકતા માફિયા મોટા માથા હોવાને કારણે તેમની સામે કોઇ બોલવા તૈયાર નથી ત્યારે મગોડીમાં પણ આવી જ રીતે રેતી ખનન કરતા તત્વોનો ત્રાસ વધતા ઉચ્ચકક્ષાએ રજુઆત થઇ હતી. જેના આધારે અહેવાલો પ્રકાસિત થતા ભુસ્તર તંત્ર સફાળું જાગ્યું હતું અને ખારી નદીમાં દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન ત્રણ ટ્રેક્ટર ચાલકો ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા હોવાનું સાબિત થયું હતું તો દરોડો દરમ્યાન કેટલાક ટ્રેક્ટર ચાલકો ત્યાંથી ફરાર પણ થઇ ગયા હતા. હાલ તો આ ત્રણ ટ્રેક્ટર અને ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રેક્ટર માલિકો સામે પણ ગુજરાત મિનરલના નિયમા હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Google NewsGoogle News