મંગળ બજારમાં પાથરણાવાળાઓની નાસભાગમાં મારામારી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
મંગળ બજારમાં પાથરણાવાળાઓની નાસભાગમાં મારામારી 1 - image


                                                             Image Source: Freepik

વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર

મંગળ બજારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા પાથરણાવાળાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે રીક્ષા ચાલક સાથે પાથરણાવાળાએ મારામારી કરી હતી. 

મંગળ બજાર ઓફિસની સામે નવઘડીયા મહોલ્લામાં રહેતો રાજેશ ઠાકોરભાઈ રાવલ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે બપોરે 4:30 વાગે હું મંગળ બજાર થઈ જતો હતો તે સમયે મંગળ બજારમાં દબાણ શાખાની ગાડી આવતા પાથરણા વાળાઓ પોતાનોસામાન લઈને નાસભાગ કરતા હતા તે સમયે એક પાથરણા વાળાનો પલંગ હટાવવા જતા મારી રિક્ષાના વ્હીલ પાસે આ પાથરણા વાળાની પત્ની મિત્તલ નો પગ અડી જતા તે મને ગાળો બોલવા લાગ્યો હતો તે દરમિયાન પાથરણા નો માલિક દિનેશ વાલજીભાઈ સાવરીયા તથા તેનો ભાઈ મહેશ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા મિતલબેન ના પતિએ મને ગાલ પર મુકો મારી દીધો હતો મેં પોલીસને ફોન કરતા પોલીસની ગાડી આવી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.


Google NewsGoogle News