પ્રતિબંધિત ઝોનમાં ઝોનફેર કરી બાંધકામ મંજૂરી અપાતા પૂર આવ્યું
સભાસદોને પ્રોજેકટનું પ્રેઝન્ટેશન બતાવી તેઓના સૂચનો ધ્યાનમાં રાખી કામ કરવા વિપક્ષની માગ
વડોદરા,વડોદરા કોર્પોરેશનમાં તા.૨૪મીએ વિશ્વામિત્રી પ્રોજેકટ અંગે ખાસ સામાન્ય સભા મળનાર છે, ત્યારે વિપક્ષના કોંગ્રેસના નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિશ્વામિત્રીનું પૂર માનવસર્જિત હતું.
મ્યુનિ.કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી વિપક્ષના નેતા ભથ્થુએ આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધિત ઝોનનો ઝોન ફેર કરીને બાંધકામોની મંજૂરી આપી દેવામાં આવી હતી.
ખરેખર પ્રતિબંધિત ઝોન હોય તો ઝોન ફેર ના કરી શકાય. આમ છતાં જે તે વિભાગ દ્વારા ઝોન ફેર કરવામાં આવ્યો અને પૂર આવતા શહેરના નાગરિકોને કરોડોનું નુકસાન થયું. હવે તેઓના કહેવા મુજબ વિવિધ કામગીરી કરવાથી વિશ્વામિત્રીમાં આવતા વર્ષે પાણી નહીં ભરાય. નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ માટે પ્રેઝન્ટેશન તૈયારી ચાલી રહી છે.