Get The App

સુરતમાં ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ : એરપોર્ટ ઉપર હૈદરાબાદની ફ્લાઇટે બે કલાક આકાશમાં જ ચક્કર મારવા પડયા

Updated: Jan 20th, 2023


Google News
Google News
સુરતમાં ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ : એરપોર્ટ ઉપર હૈદરાબાદની ફ્લાઇટે બે કલાક આકાશમાં જ ચક્કર મારવા પડયા 1 - image




- 15 ચક્કર માર્યા બાદ વિઝીબીલીટી મળતા ફ્લાઇટ લેન્ડ થઇઃ દિલ્હીથી આવેલી ચાટર્ડ સહિતની બે ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવી પડી

સુરત
ઠંડીના સુસવાટા વચ્ચે શહેરમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વિઝીબીલીટીની સમસ્યા ઉદ્દભવતા એક ચાર્ટડ સહિત બે ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. જયારે ઇન્ડિગોની હૈદરાબાદ ફ્લાઇટે એરપોર્ટના સરાઉન્ડીંગ 15 જેટલા રાઉન્ડ માર્યા બાદ બે કલાક બાદ વિઝીબીલીટી ક્લીયર થતા લેન્ડીંગ કર્યુ હતું.
છેલ્લા કેટલાક દિવસથી ઠંડી સુસવાટા બોલાવી રહી છે. ઠંડીના માહોલ વચ્ચે આજે વહેલી સવારથી સુરતમાં ગાઢ ધુમ્મસ છવાતા શહેર હીલ સ્ટેશનમાં જેવો માહોલ જોવા મળ્યો હતો જેનો શહેરીજનોએ મનમુકીને મજા માણી હતી. જો કે હીલ સ્ટેશન જેવા માહોલ વચ્ચે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે ઉપર પણ ગાઢ ધુમ્મસની ચાદર ફેલાય ગઇ હતી. જેથી વિઝીબીલીટી નહીં મળતા ફ્લાઇટ લેન્ડીંગની સમસ્યા ઉભી થઇ હતી. એરપોર્ટ કંટ્રોલર દ્વારા પણ પાઇલોટને ફ્લાઇટ લેન્ડીંગ માટે સિગ્નલ આપ્યું ન હતું. જેથી સવારે 8 વાગ્યાના અરસામાં દિલ્હીથી આવેલી ફ્લાઇટ અને ચાટર્ડ ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી.

સુરતમાં ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ : એરપોર્ટ ઉપર હૈદરાબાદની ફ્લાઇટે બે કલાક આકાશમાં જ ચક્કર મારવા પડયા 2 - image

જયારે 8.30 વાગ્યે આવેલી ઇન્ડિગોની હૈદરાબાદ ફ્લાઇટને એરપોર્ટ પર છવાયેલી ધુમ્મસની ગાઢ ચાદરના કારણે વિઝીબીલીટી નહી મળતા પાઇલોટે એરપોર્ટના સરાઉન્ડીંગ એરીયામાં અંદાજે 15 જેટલા રાઉન્ડ માર્યા હતા. ત્યાર બાદ 10.30 વાગ્યે વિઝીબ્લીટી ક્લીયર થતા ફ્લાઇટને લેન્ડીંગ કરવાની પરમીશન એરપોર્ટ કંટ્રોલર દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એરપોર્ટના સરાઉન્ડીંગ એરીયામાં એક જ પ્લેન સતત રાઉન્ડ મારી રહ્યું હોવાથી સ્થાનિક રહેવાસીઓ અચરજમાં મુકાયા હતા.

Tags :
SuratAirportFoggFlightDivert

Google News
Google News