જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલ્લાક અંગેનો સૌ પ્રથમ ગુન્હો દાખલ થયો
Image Source: Freepik
મેમણ પરણીતાને તેણીના પતિએ લેખિતમાં ત્રણ વાર ત્રિપલ તલ્લાક આપી દેતાં ફરિયાદ નોંધાવાઈ
જામનગર, તા. 6 સપ્ટેમ્બર 2023 બુધવાર
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ત્રિપલ તલ્લાક અંગેનો પ્રથમ ગુનો દાખલ થયો છે. મેમણ જ્ઞાતિની એક પણિતાને તેણીના પતિએ લેખિતમાં ત્રણ વખત તલ્લાક આપી દીધા પછી મહિલા દ્વારા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્ન હકોના રક્ષણ)બાબત અધિનિયમ ની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા ધ્રોલ પંથકમાં ચકચાર જાગી છે.
ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતી હીનાબેન યુસુફભાઈ પોપટપૌત્રા નામની ૨૬ વર્ષની પરણીતાએ પોતાના પતિ જુનાગઢમાં રહેતા કુદુસભાઈ મહમદભાઈ ખાણીયા સામે મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હક્કો ના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૧૯ ની કલમ મુજબની ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી હિનાબેન ને તેણીના પતિ આરોપીએ લેખિતમાં ત્રણ તલ્લાકની ઘોષણા કરીને પોતાની પત્ની હોવાનો ઇનકાર કર્યો હોવાથી તેની સામે આ ફરિયાદ નોંધાવાઇ છે.