Get The App

મક્કાઇ પુલ પર કથિત સેલ્ફી લેતા નદીમાં પડી જવાની ઘટના: 12 વર્ષનો પુત્ર પત્નીને સોંપાવો નહોતો એટલે પિતાએ નદીમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News
મક્કાઇ પુલ પર કથિત સેલ્ફી લેતા નદીમાં પડી જવાની ઘટના: 12 વર્ષનો પુત્ર પત્નીને સોંપાવો નહોતો એટલે પિતાએ નદીમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો 1 - image



- ગૃહ ક્લેશથી કંટાળી પાંચ વર્ષથી અલગ રહેતી પત્ની પુત્રનું સ્કૂલ એલ.સી લઇ જવા આવી હતી, પુત્ર પરત નહીં આવશે તેવા ડરથી હત્યા કરી

- જાતે જ બાઇક પર બેસાડી પુલ પર આવ્યો, સેલ્ફીનું જુઠાણું ચલાવ્યું પરંતુ પત્નીએ ભાંડો ફોડી નાંખ્યોઃ પિતાએ અગાઉ પણ પુત્રને મોતને ઘાટ ઉતારવા પ્રયાસ કર્યો હતો


સુરત
અડાજણ-નાનપુરાને જોડતા મક્કાઇ પુલ પરની પાળી પર બેસાડી ફોટો પાડતી વખતે 12 વર્ષનો તરૂણ તાપી નદીમાં પડી જવાની ઘટનામાં છેલ્લા પાંચ વર્ષથી વતન મહારાષ્ટ્રમાં રહેતી પત્ની સાથેના ઝઘડામાં પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ થયો છે. રાંદેર પોલીસે પુત્રના હત્યારા પિતા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
ગત તા. 31 ઓક્ટોબરના રોજ બપોરના અરસામાં અડાજણ-નાનપુરાને જોડતા મક્કાઇ પુલ પરથી ભેદી સંજોગોમાં ધો. 5 માં અભ્યાસ કરતો જાકીર સઇદ ઇલ્યાસ શેખ (ઉ.વ. 12 રહે. કોસાડ આવાસ, અમરોલી) તાપી નદીમાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસ દોડી ગઇ હતી અને પિતાએ જણાવ્યું હતું કે પુત્રની જીદ્દને કારણે પુલની પાળી ઉપર બેસી ફોટો અને સેલ્ફી પાડી રહ્યા હતા ત્યારે અકસ્માતે નદીમાં પડી ગયો હતો. જો કે ગત રાત્રે ફાયરના લાશ્કરોને રાંદેર રોડ શીતલ સિનેમાની સામે નદીમાંથી જાકીરની લાશ મળી આવી હતી. જાકીરનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં ફોટો અને સેલ્ફી લેતા નદીમાં પડી ગયાના ભંગારનો ધંધો કરતા પિતા સઇદ ઇલ્યાસ શેખનું જુઠાણું બહાર આવ્યું છે.

મક્કાઇ પુલ પર કથિત સેલ્ફી લેતા નદીમાં પડી જવાની ઘટના: 12 વર્ષનો પુત્ર પત્નીને સોંપાવો નહોતો એટલે પિતાએ નદીમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો 2 - image

ઉલ્લેખનીય છે કે પત્ની હીના ઉર્ફે પરવીન સાથેના ગૃહક્લેશથી કંટાળી છેલ્લા પાંચેક વર્ષથી અલગ રહે છે. હીના મહારાષ્ટ્રના બુલઢાણાના ગાંધીનગરના ચીખલી ગામમાં રહે છે જયારે સઇદ કોસાડ આવાસમાં બે પુત્ર સાથે રહે છે. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી જાકીર માતા સાથે રહેવા ગયો હતો. જેથી પાંચેક દિવસ અગાઉ હીના તેની માતા અને ભાઇ સાથે સુરત આવી હતી અને જાકીરનું સ્કૂલ લિવીંગ લઇ જઇ વતન બુલઢાણાના ચીખલીની સ્કૂલમાં એડમિશન કરાવવાની હતી. જેથી પુત્ર જાકીર હવે પરત નહીં આવશે તેવા વિચાર માત્રથી બાઇક પર બેસાડી મક્કાઇ પુલ પર આવ્યો હતો અને ફોટો પાડવાના બહાને નદીમાં ફેંકી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દોઢ વર્ષ અગાઉ જાકીરને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો હતો

મક્કાઇ પુલ પર કથિત સેલ્ફી લેતા નદીમાં પડી જવાની ઘટના: 12 વર્ષનો પુત્ર પત્નીને સોંપાવો નહોતો એટલે પિતાએ નદીમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો 3 - image
પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બે સંતાન પૈકી 12 વર્ષના જાકીરને તાપી નદીમાં ફેંકી દેનાર હેવાન પિતા સઇદ ઇલ્યાસ શેખે દોઢ વર્ષ અગાઉ પણ પુત્રને મોતને ઘાત ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પિતા સઇદ ઇલ્યાસ સાથે રહેતા બે પુત્રને મળવા હીના દોઢ વર્ષ અગાઉ મળવા પિયરથી સુરત આવી હતી. ત્યારે પણ હીનાએ પુત્રને સાથે લઇ જવાની વાત કરી હતી. જેથી ઉશકેરાયેલા સઇદ ઇલ્યાસે કોસાડ આવાસમાં ત્રીજા માળેથી જાકીરને ફેંકી દીધો હતો. જો કે આવાસમાં નીચેના ભાગે સાડી કટીંગનું કામ ચાલી રહ્યું હોવાથી સાડીના ઢગલા ઉપર જાકીર પડતા તેને સામાન્ય ઇજા થઇ હતી. જેથી જે તે વખતે પોલીસ કાર્યવાહી કરી ન હતી. સઇદે જાકીરને પત્ની સાથે નહીં મોકલવા બુલઢાણા ખાતે પણ મારામારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

SuratCrime

Google NewsGoogle News