ખેતીપાક માટે કેટલું પાણી જોઇએ તેની માહિતી ખેડૂતને મોબાઇલમાં મળી શકશે
સ્કૂલના વિદ્યાર્થીઓએ વાર્ષિકોત્સવમાં પ્રોજેક્ટ રજૂ કર્યો
- સોલાર બેઇઝ થ્રીડી રોબોટીક પ્રોજેકટમાં એક સેન્સર જમીનમાં ફીટ કર્યુ, જમીનની ઉપર અને નીચે કેટલુ પાણી છે તેના આધારે પાણી પાઇ શકાય
સુરત
ખેડુતોને ખેતીપાક માટે સતત પાણીની ચિંતા રહેતી હોય છે ત્યારે ખેતી પાક માટે કેટલુ પાણી જોઇએ તેેના માટે સુરતની સ્કુલના વિદ્યાર્થીઓએ ખેડુતોને પરવડે તેવો સોલાબ બેઇઝ થ્રીડી રોબોટીક પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં ખેતીપા માટે કેટલુ પાણી જોઇએ, અને જરૃર નથી તે અંગેની જાણકારી ખેડુત ઘરે બેઠા બેઠા જ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર પર જોઇ શકશે. અને ઓપરેટ પણ કરી શકશે. જેના કારણે ખેતી પાકને પ્રમાણસર પાણી મળી રહેશે અને આર્થિક નુકશાન પણ અટકશે.
આજે દેશમાં ભૂર્ગભજળના સ્તર ઘણા જ નીચે જઇ રહ્યા છે. અને આ માટે દેશભરમાં જળસંચય અભિયાન પણ ચાલી રહ્યુ છે. આ અભિયાન વચ્ચે સુરતના પાલ વિસ્તારની ગજેરા ગ્લોબલ સ્કુલના ધોરણ આઠના વિદ્યાર્થીઓએ પ્લાન્ટ એ સ્માઇલની થીમ પર યોજાયેલ વાર્ષિક મહોત્સવમાં ખેડુતો માટે એક મહત્વનો પ્રોજેકટ રજુ કર્યો હતો. આ સ્કુલના વિદ્યાર્થીઓ ઓમ અગ્રવાલ, નિધી જૈન, દેવર્ષ અને કિયાન પટેલે સોલાર બેઇઝ થ્રીડી રોબોટીક પ્રોજેકટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેકટ બનાવતા પહેલા વિદ્યાર્થીઓએ સૌથી વધુ પાણીનો વપરાશ કયા થાય છે તેના પર રિર્સચ કર્યુ હતુ. આ રિર્સચમાં એ વાત સામે આવી હતી કે સૌથી વધુ વપરાશ ખેતીમાં થાય છે. આથી વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેકટની ખાસિયત એ છે કે ખેતરમાં અને જમીનની અંદર કેટલુ પાણી છે તે જાણવા માટે એક સોઇલ સેન્સર તૈયાર કર્યુ હતુ. અને આ સેન્સરને જમીનમાં ફીટ કરી દઇને કોમ્પ્યુટર સાથે ઓનલાઇન જોડી દેવાયુ હતુ. સાથે જ સોલાર પેનલ પણ ફીટ કરી દેવાઇ હતી. અને કોમ્પ્યુટર ઓપરેટ કરતા જ જમીનમાં જે સેન્સર ફીટ કર્યુ છે તે તુરંત જ કોમ્પ્યુટર મેસેજ આપશે કે આ જમીનમાં હાલ કેટલુ પાણી છે.અને પાણીની જરૃર છે કે નથી ? અને જો જરૃર હશે તો ઓટોમેટીક મોટરથી ચાલુ પણ થઇ જશે. અને જમીનને પુરતા પ્રમાણમાં પાણી મળતા ઓટોમેટીક મોટર બંધ પણ થઇ જશે. આ સિસ્ટમથી ખેડુતોને ઘણો ફાયદો થશે. ખાસ કરીને બેઠા બેઠા જ ઓપરેટ કરી શકશે. અને સૌથી મહત્વની બાબત એ છે કે દિવસ દરમ્યાન સોલાર પેનલ ફીટ કરી હોવાથી ઇલેકટ્રીક વીજ ના હશે તો પણ કાર્યરત રહેશે.
આ થ્રીડી પ્રોજેકટથી ખેડુતોને શુ ફાયદો થાય
ખેડુતોના
હિતને ધ્યાનમાં રાખીને ગજેરા ગ્લોબલ સ્કુલના વિદ્યાર્થીઓએ બનાવેલ આ પ્રોજેકટથી
ખેડુતોને ફાયદો જ ફાયદો છે,
એક તો ખેતી પાકને પાણી આપતી વખતે વધારે પાણી આપે તો પણ નુકશાન થાય
અને ઓછુ પાણી આપે તો પણ નુકસાન થાય . અને આ કારણે ખેતી ઉત્પાદન ઓછુ થવાથી
ફાયનાન્સીયલ લોસ્ટ પણ થઇ શકે તેમ છે. આ પ્રોજેકટથી ખેડુતે ખેતરમાં કેટલુ પાણી જોઇએ
છે તે ખબર પડશે, અને ખેતીપાકને માફકસર પાણી મળી રહેતા ખેત
ઉત્પાદન પણ વધશે. અને પાણીનો બગાડ પણ અટકશે.