પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ 1 - image


BJP Executive Meeting At Salangpur : લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા ગુજરાત ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ભાજપની મોટાભાગની કારોબારી બેઠક ગાંધીનગરમાં યોજાતી હોય છે, જોકે આ વખતે સ્થળ બદલવામાં આવ્યું છે. ભાજપની જાહેરાત મુજબ કારોબારીની બેઠક ચોથી અને પાંચમી જુલાઈના રોજ સારંગપુર ખાતે યોજાશે.

આ દિગ્ગજ નેતાઓ બેઠકમાં રહેશે ઉપસ્થિત

કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે. મોટાભાગે આ પ્રકારની કારોબારી બેઠકોનું આયોજન ગાંધીનગર ખાતે થતું હોય છે, પરંતુ સૌપ્રથમ વખત સાળંગપુર ખાતે બેઠક યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે ભાંગરો વાટ્યો : દંડકની મજાક ઉડાવી, કહ્યું કે તોફાની વિદ્યાર્થીને જ...

રાજ્યના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારોના એંધાણ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થતાં રાજ્યના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારોના એંધાણ છે. ભાજપ કારોબારી આ બેઠકમાં ક્યાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે તે જાણવું રહ્યું. સી. આર. પાટીલના નેજા હેઠળ વિધાનસભામાં ભાજપને 182 બેઠકોમાંથી 161 બેઠક મળી હતી. 

આ પણ વાંચો : મને કંઈ થયું તો...: ચુડાસમાએ હિસાબ કરવાની ધમકી આપતાં ભાજપના આ નેતા ભયભીત

વિધાનસભા બાદ લોકસભા ચૂંટણીમાં પણ પાટીલનો દબદબો

લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં એનડીએએ સફળતા મેળવી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવી સરકાર બનાવી છે. જ્યારે ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ઘણા બધા ફેરફાર થવાના એંધાણ છે. ઉલ્લેખનીય છે કે, પાટીલના અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપે 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો છે, તેવામાં દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક પરથી સી.આર.પાટીલે ચોથી વખત વિજય મેળવી સંસદ સભ્ય પદ મેળવ્યું હતું. તેમણે 7 લાખ 73 હજાર મતોથી જીત મેળવી હતી. આ ઉપરાંત તેમની અધ્યક્ષતામાં યોજાયેલી વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકો માંથી 156 બેઠકો મેળવી હતી. 


Google NewsGoogle News