જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી જૂની વોર્ડ ઓફિસ એસ્ટેટ શાખાએ દૂર કરી
Jamnagar Demolition : જામનગરમાં રણજીતસાગર રોડને ગૌરવ પથ જાહેર કરાયા પછી આ માર્ગ પર મોટા પાયે ડીમલેશનની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ની જૂની વોર્ડ ઓફિસ કે જેનું આશરે 600 ફૂટ જગ્યામાં બાંધકામ હતું, તે બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યું છે.
એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી સહિતની ટીમ દ્વારા આજે વહેલી સવારથી ડિમોલેશન કાર્ય હાથ ધર્યું હતું, અને અંદાજે 600 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવાઈ છે.
ઉપરોક્ત જગ્યા પર પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા માટેનો મહાનગરપાલિકા દ્વારા પ્લાન તૈયાર કરાયો છે, અને નજીકના ભવિષ્યમાં જ તે અંગેનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે.