મોડીરાતે પોર હાઇવે પર આગળ જતી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત
કેબિનમાં ફસાઇ ગયેલા ડ્રાઇવરને માંડ માંડ બહાર કાઢ્યો
વડોદરા.હાઇવે પર પોર ગામ નજીક આગળ જતી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ટ્રક ડ્રાઇવરને ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બાસકા ગામે રહેતો શબ્બીરહુસેન ગુલામભાઇ મકરાણી છેલ્લા છ વર્ષથી ડ્રાઇવિંગ કરે છે. ગત તા.૨૭ મી એ તે મુંબઇથી પ્લાસ્ટિકના દાણા ભરીને બાજવા ખાતે ખાલી કરવા માટે ગયો હતો. ટ્રક ખાલી કરીને તે પરત જતો હતો. રાતે દોઢ વાગ્યે પોર ગામ નજીકથી તે પસાર થતો હતો. તે દરમિયાન તેની ટ્રકની પાછળ આવતી એક ટ્રકના ડ્રાઇવરે તેને પાછળથી અથાડી હતી. શબ્બીરહુસેને ટ્રક ઉભી રાખી નીચે ઉતરીને જોતા પાછળની ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. તેણે પોલીસ અને એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી દવાખાનામાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને કમર તથા બંને પગે ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન ટ્રક ડ્રાઇવર રાકેશકુમાર ગિરીજાપ્રસાદ જાટ ( રહે. નારાચોથ, તા.ડીંગ, જિ.ભરતપુર, રાજસ્થાન) નું મોત થયું હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.