Get The App

દુષ્કર્મ ગુજારનાર વિધર્મીની નફ્ફટાઇ

યુવતીએ બચવા માટે બૂમાબૂમ કરી હતી, પણ સ્ટાફ નહીં હોવાથી કોઇ મદદે ના આવ્યું

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
દુષ્કર્મ ગુજારનાર વિધર્મીની નફ્ફટાઇ 1 - image

વડોદરા,સુભાનપુરાની એક હોસ્પિટલમાં  છેલ્લા બે મહિનાથી નોકરી કરતી ૨૨ વર્ષની યુવતીને ખેંચીને ત્રીજા માળે લઇ  ગયો હતો. ત્યાં જઇને વિધર્મીએ નફ્ફટાઇ પૂર્વક એવું કહ્યું હતું કે, તું મારી જોડે એક વાર કરીશ તો તારૃં શું ઘસાઇ જશે ? તેમ કહી  વિધર્મીએ  દુષ્કર્મ આચર્યુ હતું. એસ.સી.એસ.ટી. સેલે આરોપીની ધરપકડ કરી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી શરૃ કરી છે.

સુભાનપુરાની આધાર હોસ્પિટલમાં નોકરી કરતી ૨૨ વર્ષની યુવતી નોકરી કરે છે. વાસી ઉત્તરાયણના દિવસે તે નોકરી પર હતી. સાંજે છ વાગ્યે લાઇટો ગઇ હોવાથી તે દાદર પર બેઠી હતી. તે સમયે હોસ્પિટલમાં કામ કરતા અશરફ ચાવડાએ આવીને એવું કહ્યું કે, ફર્સ્ટ ફ્લોર પર  પેશન્ટનો રૃમ ચેન્જ કરવાનો છે. તો તું ઉપર આવ. જેથી, યુવતી ફર્સ્ટ ફ્લોર પર ગઇ હતી. પરંતુ, જે પેશન્ટની વાત અશરફે કરી  હતી તેનો રૃમ અગાઉથી જ ચેન્જ થઇ ગયો હતો. યુવતીએ અશરફને કહ્યું કે, મને અહીંયા કેમ લાવ્યો ? ત્યારે અશરફે દુષ્કર્મ કરતા પહેલા એવો જવાબ આપ્યો કે, હું તને આજે નથી છોડવાનો. તારા બીજા સાથે રિલેશન છે તો મારી સાથે પણ રાખવા પડશે. નહીંતર હું તારા મમ્મી પપ્પાને કહી દઇશ. તું મારી જોડે એક વાર કરીશ તો તારૃં શું ઘસાઇ જશે ?

અશરફની વાત સાંભળીને યુવતી દાદર પરથી નીચે ઉતરતી હતી. તે સમયે અશરફ તેને જબરજસ્તીથી ઉંચકીને ત્રીજા માળે ઓપરેશન થિયેટરની બહારના એક રૃમમાં લઇ ગયો હતો. રૃમમાં યુવતીને લઇ જઇ બેડ પર ફેંકી દઇ અશરફે જબરજસ્તી કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરી હતી.  પરંતુ, કોઇ સ્ટાફ ઉપરના માળે નહી ંહોવાથી કોઇ બચાવવા આવ્યું નહતું.

દુષ્કર્મ કર્યા પછી અશરફે તેને ધમકી આપી હતી કે, તારી જોડે જે કર્યુ છે તે વાત  કોઇને કરીશ તો તારા રિલેશન અંગે તારા મા - બાપને કહી દઇશ. મેં અગાઉ પણ ઘણી યુવતીઓ જોડે કર્યુ છે. કોઇએ વાત કરી નથી. તું પણ કોઇને વાત કરીશ નહીં.

સીસીટીવી બંધ  હોવાથી ફૂટેજ મળી શકે નહીં

વડોદરા,આરોપી અશરફ પરિણીત છે. તેને સંતાનમાં છ મહિનાનો બાળક પણ છે. તેમછતાંય તેણે યુવતી સાથે બળજબરી કરી હતી. અશરફે અન્ય યુવતીઓ સાથે પણ આવુ ંકર્યુ હોવાના આક્ષેપ છે. તેમછતાંય પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે. જેના કારણે આવા ગંભીર પ્રકારના ગુનામાં કોઇ ફૂટેજ મળી શકે નહીં.


Google NewsGoogle News