થાઇલેન્ડની યુવતીને હત્યા-લૂંટમાં આરોપી થાઇ યુવતીની પાસપોર્ટ પરત આપવાની માંગ નકારાઇ
પાંચ વર્ષ પહેલા વનીતા બૌસાનની રૃમમાં સળગેલી લાશ મળી હતી ઃ આરોપી અનંદાને બિમાર માતા-પિતાની સારવાર માટે વતન જવા પરવાનગી માંગી હતી
સુરત
પાંચ વર્ષ પહેલા વનીતા બૌસાનની રૃમમાં સળગેલી લાશ મળી હતી ઃ આરોપી અનંદાને બિમાર માતા-પિતાની સારવાર માટે વતન જવા પરવાનગી માંગી હતી
પાંચેક વર્ષ પહેલાં ઉમરા પોલીસ મથકની હદમાં રહેતી થાઈલેન્ડ વાસી યુવતિના ચકચારી હત્યા-લુંટ કેસમાં હાઈકોર્ટના શરતી જામીન પર મુક્ત થયેલી આરોપી થાઈ યુવતિએ પોતાના થાઈલેન્ડવાસી માતા-પિતાની બિમારીની સારવાર તથા પુત્રને રહેવાની વ્યવસ્થા કરવા માટે દેશની હદ છોડવા તથા 90 દિવસ માટે પાસપોર્ટ પરત આપવા કરેલી માંગને એડીશ્નલ સેશન્સ જજ અમિતકુમાર એન.દવેએ નકારી કાઢી છે.
મૂળ થાઈલેન્ડની વતની 26 વર્ષીય યુવતિ મીસ વનીદા બૌસનની સળગાવી દીધેલી લાશ તા.6-9-20ના રોજ તેના બહારથી તાળુ મારેલા રૃમમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવી હતી.મરનારની છેલ્લાં ત્રણેક માસથી રૃમપાર્ટનર રૃંગથીવા ઉર્ફે મ્યાઉ સવાસ મનીખાદ બનાવના બે દિવસ પહેલાં ભરુચ ખાતે ગઈ હતી.જેથી થાઈલેન્ડવાસી યુવતિની ચકચારી હત્યા કેસમાં ઉમરા પોલીસે સાંયોગિક પુરાવા,સીસીટીવી ફુટેજના આધારે આરોપી અનન્ડા ઉર્ફે એડા સોમબાદ વોંગપ્રોમ નામની 27 વર્ષીય થાઈલેન્ડવાસી યુવતિએ કરી હોવાનું બહાર આવ્યું હતુ.આરોપીએ મરનાર વધુ પડતી માત્રામાં નશો કરાવીને મરનારી લાશને સળગાવી મારીને રૃ.2 લાખની કિંમતનો આઈફોન તથા સોનાની ચેન અને રોકડા રૃ.1500 લુંટી લીધા હતા.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના શરતી જામીન પર મુક્ત આરોપી અનન્ડા ઉર્ફે ઐડા સોમબાદ વોંગપ્રોમે પોતાના માતા-પિતાની બિમારીની સારવાર માટે તથા પુત્રને રહેવાની વ્યવસ્થા કરવા માટે પોતાના વતન થાઈલેન્ડ જવા દેશની હદ છોડવા તથા 90 દિવસ માટે કોર્ટમાં જમા પાસપોર્ટ પરત આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી નિલેશ ગોળવાળાએ તપાસ અધિકારીની અભિપ્રાય તથા એફીેડેવીટ રજૂ કરી જણાવ્યું હતું કે આરોપી હત્યા-લુંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.સુરતમાં ભાડાના મકાનમાં રહે છે સ્થાયી રહેવાનું સ્થળ નથી.હાલમાં આરોપી સામે કેસ કાર્યવાહી પેન્ડીંગ હોઈ તેના વતન થાઈલેન્ડ જવા દેવાની પરવાનગી આપવામાં આવે તો પરત આવે તેવી સંભાવના નથી.