Get The App

શરદ પૂનમની રાત્રે ફ્લેવર્ડવાળા પૌવાની ડિમાન્ડ વધી, સુરતીઓ ચાંદા મામાને ફ્લેવર્ડવાળા પૌવા ધરાવી પોતે આરોગશે

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
શરદ પૂનમની રાત્રે ફ્લેવર્ડવાળા પૌવાની ડિમાન્ડ વધી, સુરતીઓ ચાંદા મામાને ફ્લેવર્ડવાળા પૌવા ધરાવી પોતે આરોગશે 1 - image


Surat Sharad Purnima: તહેવારની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓએ દશેરાની ધમાકેદાર ઉજવણી કરી હતી ત્યાર બાદ હવે આગામી દિવસોમાં ચંદની પડવો અને શરદ પૂનમ આવી રહી છે તેની ઉજવણી માટે થનગની રહ્યાં છે. આજના આધુનિક યુગમાં પણ શરદ પૂનમની રાત્રીએ ચાંદનીમાં પૌવા મુકી ખાવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે.

જોકે, યંગસ્ટર્સ આ પ્રથા સાથે જોડાયેલા રહે તે માટે સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લેવર્ડવાળા પૌવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગ્રાહકોની માંગણી સાથે વેપારીઓ ન ચાલતી ફ્લેવર્ડની બાદબાકી કરે છે. જ્યારે ડિમાન્ડ પ્રમાણે નવા ટેસ્ટને ડેવલપ કરી નવી ફ્લેવર્ડ ઉમેરી રહ્યાં છે. 

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં શરદ પૂનમના દિવસે સાદા દુધ પૌવાને બદલે ફ્લેવર્ડ પૌવાનો ટ્રેન્ડ ચાલી આવ્યો છે. પરંતુ વર્ષો જુની પરંપરાથી યંગસ્ટર્સ સાદા દૂધ પૌવાથી દૂર થઇ રહ્યા છે. પણ એક ડઝનથી વધુ ફ્લેવર વાળા પૌવા માર્કેટમાં મળતા થયા છે. જેના કારણે સુરતના લોકો ફ્લેવર્ડવાળા દુધ પૌવા ખાતા થયા છે. શહેરની અનેક દુકાનો સાથે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને મોલમાં પણ હવે ગ્રાહકોની ડિમાન્ડ બાદ ફ્લેવર્ડ વાળા પૌવાનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. 

શરદ પૂનમની રાત્રે ફ્લેવર્ડવાળા પૌવાની ડિમાન્ડ વધી, સુરતીઓ ચાંદા મામાને ફ્લેવર્ડવાળા પૌવા ધરાવી પોતે આરોગશે 2 - image

શહેરના અડાજણ વિસ્તારમાં ફ્લેવર્ડવાળા પૌવાનું વેચાણ કરતા ભરત દોરાબદારુવાલા કહે છે, ગત વર્ષે અમે લીચીની ફ્લેવર્ડ બનાવી હતી પરંતુ તે ગ્રાહકોને પસંદ આવી ન હતી અને વેચાણ ઓછું થયું હતું. તેથી આ વર્ષે લીચીની ફ્લેવર્ડ બનાવી નથી, પરંતુ આ વર્ષે આઈસ્ક્રીમમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેને ધ્યાને રાખીને રસ મલાઈ અને માવા મલાઈ ફ્લેવર્ડના પૌવા બનાવ્યા છે. આ ઉપરાંત પહેલાથી જ એક ડઝનથી વધુ ફ્લેવર્ડ બનાવીએ છીએ તેનું પણ વેચાણ થઈ રહ્યું છે. 

ફ્લેવર્ડ વાળા પૌવાની ખરીદી કરવા આવેલા શ્વેતા ભટ્ટ કહે છે, વર્ષો પહેલાં સાદા પૌવા શરદ પૂનમ વખતે ખાતા હતા, પરંતુ હવે બાળકો સાદા પૌવા ખાવા આનાકાની કરે છે. તેથી આઈસ્ક્રીમના ફ્લેવર્ડ વાળા પૌવાનું વેચાણ થાય છે અને આ પૌવા બાળકો હોંશે હોંશે ખાઈ રહ્યાં છે. તેથી અમે પણ બાળકોને ભાવતી ફ્લેવર્ડના પૌવા લઈને આરોગી રહ્યાં છે.

આ વર્ષે અમે આ ફ્લેવર્ડ વાળા પૌવા લઈને શરદ પૂનમની રાત્રીએ ચાંદા મામાને ધરાવીને ત્યારબાદ તેને પરિવાર સાથે આરોગીશું.  પૌવાની ખરીદી માટે આવેલા અન્ય મહિલા નિમાબેન કહે છે, અમારા ઘરે પહેલેથી જ શરદ પૂનમમાં દુધ પૌવા ખાવાનો રિવાજ ચાલ્યો આવે છે. જોકે, બજારમાં વિવિધ ફ્લેવર્ડ પૌવાનું વેચાણ થાય છે તેથી ટેસ્ટ ખાતર અમે પણ હવે ફ્લેવર્ડ વાળા પૌવા લઈ જઈએ છીએ અને તેને આરોગીએ છીએ. 

શરદ પૂનમની રાત્રે ફ્લેવર્ડવાળા પૌવાની ડિમાન્ડ વધી, સુરતીઓ ચાંદા મામાને ફ્લેવર્ડવાળા પૌવા ધરાવી પોતે આરોગશે 3 - image

મૂળ સુરતીઓ હજી પણ સાદા દૂધ પૌંવા ખાવાનો આગ્રહ રાખે છે

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શરદ પૂનમમાં ફ્લેવર્ડવાળા પૌવા ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે પરંતુ આજે પણ અનેક મુળ સુરતીઓના ઘરમાં સાદા દુધ પૌંવા ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે. આજે પણ મુળ સુરતીઓ છે તેવા કેટલાક ઘરોમાં બાળકો માટે ભલે ફ્લેવર્ડ વાળા પૌવા ખવાતા હોય પરંતુ વડીલો તો હજી પણ સાદા દુધ પૌવા ખાઈને જ શરદ પૂનમની ઉજવણી કરે છે. જેના કારણે એક ડઝનથી વધુ ફ્લેવર્ડવાળા પૌવાનું વેચાણ થાય છે તેમ છતાં પણ હજી પણ કેટલાક લોકો સાદા  પૌવા ખાઈ રહ્યાં છે. 

દોઢ ડઝન જેટલી ફ્લેવર્ડમાં પૌંવાનું થઈ રહ્યું છે વેચાણ 

રોઝ, વેનીલા, બટર સ્કોચ, રાજભોગ, પાઈનેપલ, સ્ટ્રોબેરી, આઈસ્ક્રીમ, મિક્સ ફ્રુટ, હાફુસ મેંગો, સ્વીટ ચોકલેટ, માવા મલાઈ, રસમલાઈ, કસાટા, ગ્વાવા, કેસર બદામ પિસ્તા.


Google NewsGoogle News