Get The App

ગુજરાતનું અનોખું અને ભારતનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન તરીકે 'હાર્મોનિયમ' ની થાય છે પૂજા

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
ગુજરાતનું અનોખું અને ભારતનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન તરીકે 'હાર્મોનિયમ' ની થાય છે પૂજા 1 - image


ભારત દેશમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ ભજનધામમાં અંદાજે 300 જેટલા કાર્યરત હાર્મોનિયમનો  સંગ્રહ કરવામાં આવ્યો છે જે દર્શનાર્થી વગાડી શકે છે

Bhuj Bhajandham News | કચ્છમાં અનેક પૌરાણીક મંદિરો આવેલા છે. જ્યાં ઐતિહાસીક વારસાનો સંગ્રહ ધરબાયેલો છે. પરંતુ ભચાઉ ખાતે એક અનોખો મંદિર આવેલો છે. જે સંભવત્ દેશનો પ્રથમ મંદિર છે જ્યાં હાર્મોનિયમની પુજા કરવામાં આવે છે. મતલબ કે આ મંદિરના ભગવાન સંગીતનો વાદ્ય હાર્મોનિયમ છે. અહિં અંદાજે 300 જેટલા હાર્મોનિયમનો સંગ્રહ કરવામાં આવ્યો છે.જ્યાં દરરોજ હાર્મોનિયમની પુજા અર્ચના કરવામાં આવે છે.

માંડવીના મોટા ભાડિયાના વતની પાલુભા વિરમભા ગઢવને નાનપણમાં ભજનના કાર્યક્રમો સાંભળતી વખતે લાકડાની પેટીમાંથી અલગ પ્રકારની ધૂનનો અવાજ  નિકળતો હતો. જે સાંભળીને તેમને  પેટી લેવાનું મન થતું હતું, પરંતુ તે સમયની આથક સ્થિતિને કારણે આ વાદ્ય લેવું શક્ય નહોતું.સમય જતા નાણાકીય પરિસ્થિતી સુધરી અને વર્ષો પછી વર્ષ 2012 માં હાર્મોનિયમ ખરીદવાનું સ્વપન સાકાર થયો. અને એક પછી એક હાર્મોનિયમ એકત્ર કરી ભજનધામનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. આજે તેમના સંગ્રહમાં 125 થી 130 વર્ષ જુના હાર્મોનિયમનો સંગ્રહ છે. ભજનધામ મંદિરમાં આજે 300  જેટલા હાર્મોનિયમ આવેલા છે જે તમામ જીવંત છે અને દરેકે દરેક વાગી શકે તેમ છે.

દરરોજ સવારે અને સાંજે 300 થી વધુ હાર્મોનિયમની પૂજા પણ કરે છે. આ અનોખા હાર્મોેનિયમ મંદિરની ખાસીયત છે કે, અહીં એવી કંપનીઓના હાર્મોનિયમ છે, જે કંપની આજથી ૪૦-૫૦ વર્ષ પહેલા બંધ થઈ ગઈ છે. ભજનધામના હાર્મોનિયમ,  બે સપ્તકથી સાડા ચાર સપ્તકથી અને સિંગલ લાઈન થી લઈને ચાર લાઈન હાર્મોનિયમ પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે,બધા  હાર્મોનિયમ જુના છે અને જે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી અને અહીં પણ વેંચાણ કરાતા નથી.

સંગીતના આરાધકો આ હાર્મોનિયમ જોઈ અને વગાડી શકે છે. આ ભજનધામમાં કલ્યાણજી આણંદજી, મેલોડી, સિલ્વર જ્યુબિલી, શંકરલાલ મિી, ડીએસ રામસિંહ, સરદાર ફુટે, સિંઘ બ્રધર્સ, હરિભવ વિશ્વનાથ,  વગેરે જેવી વિવિધ બ્રાન્ડના 35 જેટલા હાર્મોનિયમ અહીં  છે. ભજનધામ મંદિરમાં સિંગલ લાઈન, બે લાઈન, ત્રણ લાઈન, એક સપ્તકથી ચાર સપ્તક સુધીના હાર્મોનિયમ પણ છે. પ્રાચીન અને તૂટેલા હાર્મોનિયમને ખરીદીને તેને ભાવનગર, અમદાવાદ, રાજકોટ સમારકામ  માટે મોકલી તેને જીવંત કરી મંદિરમાં સાચવી અને દરરોજ તેની પુજા અર્ચના કરવામાં આવે છે. હાર્મોનિયમ માટે પ્રેમ અને ઉંડી લાગણી રાખીને સુર સંગીતના આરાધકોેના હૃદયમાં હાર્મોનિયમને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.


Google NewsGoogle News