Get The App

જામનગરમાં કાલાવડ નાકા બહારનો જર્જરિત પુલ ફરી નવો બનાવવા બાબતે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો દ્વારા લડત ચલાવાઈ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કાલાવડ નાકા બહારનો જર્જરિત પુલ ફરી નવો બનાવવા બાબતે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો દ્વારા લડત ચલાવાઈ 1 - image


Jamnagar : જામનગરમાં કાલાવડનાકા બહારનો પૂલ અતિ જર્જરિત બની ગયો હોવાથી વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર દ્વારા આ મામલે લડત ચલાવાઇ રહી છે, અને આજે 5,000 જેટલી પત્રિકાનું વિતરણ કરીને લોકોનો જનમત માંગવામાં આવ્યો છે. જે આવતીકાલે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

 જામનગરના વોર્ડ નં.12 માં કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિજ ભારે જર્જરિત હાલતમાં હોય નીચેથી લોખંડના સળિયા નીકળી ગયા છે. ફૂટપાથમાં હોલ પડી ગયા હોય સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં છે. શું આ તંત્ર મોરબી જેવી દુર્ઘટનાની સહ જોઈ રહ્યો છે? તેવો સવાલ વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ જેનબબેન ખફી સહિતના આગેવાનોએ ઉઠાવ્યો છે, અને લડત ચલાવાઇ રહી છે.

જામનગરમાં કાલાવડ નાકા બહારનો જર્જરિત પુલ ફરી નવો બનાવવા બાબતે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો દ્વારા લડત ચલાવાઈ 2 - image

 સાથો સાથ 5,000 જેટલી પત્રિકાઓનું વિતરણ કરીને લોકોનો જનમત માંગવામાં આવી રહ્યો છે. જે જનમતની કોપી એકત્ર કરીને આવતીકાલે યોજનારી જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે, અને નવો પુલ બનાવવા માટે ઉગ્ર લડત ચલાવાશે, તેવી રજૂઆત બંને કોર્પોરેટર સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ મુદ્દે અગાઉ અનેક વખત જાહેરાત કરવામાં આવી છે, જનરલ બોર્ડમાં આ વિષયને લેવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી પૂલ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મોટી હોનારતનું જોખમ તોડાઈ રહ્યુ છે. આવી કોઈ દુર્ઘટના બને તે પહેલા સત્વરે નવો પુલ બનાવવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર લડત ચલાવાઇ રહી છે.

તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં નહિ આવે તો નાછુટકે વોર્ડ નં.12 ની જનતાને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમજ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી અપાઇ છે.


Google NewsGoogle News