Get The App

કોર્પોરેશને અગાઉના બજેટમાં આપેલા વાયદા હજી પૂરા કર્યા નથી

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
કોર્પોરેશને અગાઉના બજેટમાં આપેલા વાયદા હજી પૂરા કર્યા નથી 1 - image

વડોદરા, તા.30 વડોદરા મ્યુનિ.કોર્પોરેશને ગત વર્ષના બજેટમાં જે વાયદા આપ્યા હતા, તે હજી સુધી પૂરા કર્યા નથી અને વર્ષ ૨૦૨૫-૨૬ના ૬૨૦૦ કરોડના બજેટમાં મોટી જાહેરાતો કરવામાં કોઇ કસર છોડી નથી. જાહેરાત કરવામાં અને તેની અમલવારીમાં ઘણો ફરક હોય છે, તેમ કોંગ્રેસે કહી ઝાટકણી કાઢી છે.

બજારમાંથી નાણા લેવા અને બેન્કમાંથી લોન લઇ કોર્પોરેશન દેવાદાર બની રહી છે ઃ કોંગ્રેસ

શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન શહેર પૂર જેવી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થયું હતું. લોકોને રાહત આપવાના બદલે પ્રજા ઉપર ટેક્સ વધારવા શાસકોએ તૈયારી કરી લીધી છે. વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમિયાન ૪૭૬૦ કરોડના બજેટમાં પાણીની સમસ્યા હલ કરવા માટે વચનો આપવામાં આવ્યા હતા. 

શહેરમાં ડ્રેનેજની સુવિધા સુધરશે તેવું કહેવામાં આવ્યું હતું. ભાયલી, બિલ, ઊંડેરા, વેમાલીને શહેરમાં લીધા ત્યારે વરસાદી ગટર અને પાયાની સુવિધાનું વચન આપ્યું હતું, પરંતુ હાલ સ્થિતિ ઠેરની ઠેર છે.

રખડતા ઢોર માટે ખટંબા ખાતે ૧૫ કરોડના ખર્ચે ઢોરો રાખવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું, પણ આજે શહેરમાં  રખડતા ઢોર દેખાઇ રહ્યા છે. સ્માર્ટ પે એન્ડ પાર્ક, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડોર ટુ ડોર કચરાના નિકાલના પ્રશ્નો ઊભાં જ છે.  ૨૦૨૪-૨૦૨૫માં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા પૂલ બનાવવાની જાહેરાત કરી હતી.  વડોદરા શહેરના મહતમ તળાવો સાફ નથી. કાશીવિશ્વનાથ તળાવની સમસ્યા યથાવત છે. શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ નથી. સેવાસી, ઊંડેરા, ભાયલી, બિલ, કરોડિયા, વેમાલી, વડદલા ગામોમાં કોમ્યુનિટી હોલ બનવાની જાહેરાત કરી હતી તેનું શું થયું? કોર્પોરેશન ટેક્સ વસૂલ કરે છે, સાથે સાથે દેવું કરી રહી છે. બજારમાંથી નાણાં લેવા અને બેન્ક પાસેથી લોન લઇ કોર્પો.ને વધુ દેવાદાર બનાવી રહી છે.




Google NewsGoogle News