છઠ પૂજા ની પરવાનગી નહીં આપનાર વડોદરા પોલીસ માટે ભાજપના કાર્યકર્તાઓ નું સંમેલન પડકારરૂપ બની રહેશે

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
છઠ પૂજા ની પરવાનગી નહીં આપનાર વડોદરા પોલીસ માટે ભાજપના કાર્યકર્તાઓ નું સંમેલન પડકારરૂપ બની રહેશે 1 - image


- વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ વડોદરાથી તા.૧૬થી થશે: કોરોના મહામારીમાં પણ 10000 કાર્યકર્તા એકઠા કરવાના લક્ષ્યાંકથી વિવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આગામી તારીખ ૧૬મીના રોજ વડોદરા ખાતેથી કરનાર છે ત્યારે ૧૦ હજારની જનમેદની એકઠી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે પોલીસ વિભાગ માટે ભાજપનો ચૂંટણી પ્રચાર પડકારરૂપ બની રહેશે.

વડોદરા શહેરની પાંચ વિધાનસભા મતવિસ્તાર ના કાર્યકરોના સ્નેહ સંમેલન નું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તારીખ 16 ની ના રોજ સાંજે નવલખી મેદાન ખાતે કાર્યક્રમ યોજાનાર છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેવાના છે.

ભારતીય જનતા પાર્ટી ના વડોદરાના પ્રમુખે દરેક વોર્ડ કક્ષાએ થી બસો મુકી ઓછામાં ઓછા 2000 કાર્યકર્તા સંમેલનમાં આવે તેવી વ્યવસ્થા કરવા વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટરોને સૂચના આપી છે આ સૂચનાના આધારે વોર્ડ કક્ષાની બેઠકોનો દોર પણ શરૂ થયો છે.

વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ જ્યારે વડોદરા થી કરવામાં આવનાર છે ત્યારે કાર્યકર્તાઓના યોજાનાર સંમેલન કાર્યક્રમની પોલીસ વિભાગ મંજૂરી આપશે અને કોરોનાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થશે.

અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે વડોદરા પોલીસે ગઈકાલે છઠપૂજા ના કાર્યક્રમને મંજૂરી આપી નહોતી તેમજ નવરાત્રી મહોત્સવમાં પણ માત્ર રાજ્ય સરકારની સુચના મુજબ શેરી ગરબાને મંજૂરી આપી હતી ત્યારે હવે વડોદરામાં યોજાનાર ભાજપના ચૂંટણી પ્રચાર અંગે કાર્યકર્તાઓના સ્નેહ સંમેલન ના કાર્યક્રમ ને કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે મંજૂરી આપશે કે કેમ તે અંગે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.



Google NewsGoogle News