Get The App

દારૂ ભરેલું કન્ટેનર બે દિવસ સુધી લઈને ફરતા હતા આખરે દુમાડ પાસેથી ઝડપાયું

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
દારૂ ભરેલું કન્ટેનર બે દિવસ સુધી લઈને ફરતા હતા આખરે દુમાડ પાસેથી ઝડપાયું 1 - image


વડોદરા જિલ્લા પોલીસે દારૂનો મોટો જથ્થો ભરીને જતું વધુ એક કન્ટેનર દુમાડ સાવલી રોડ પરથી ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. 

આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્ર પાસિંગનું એક કન્ટેનર વડોદરાથી સાવલી તરફ જઈ આગળ જવાનું છે તેવી માહિતી જિલ્લા એલસીબીને મળી હતી જેના આધારે ગઈ મોડી રાત્રે વડોદરા સાવલી રોડ ઉપર દુમાડ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર મોહમ્મદ સાદાબ અમજદઅલી ખાન રહે શાંતિનગર રોડ અન્સારી મદીના મસ્જિદની બાજુમાં ભીવંડી જીલ્લો થાને મહારાષ્ટ્ર અને ક્લીનર અરબાઝ શકીલ અન્સારી રહે. કાપત તળાવ ઘૂંઘટનગર ભીવંડી જિલ્લો થાણે મહારાષ્ટ્રની પૂછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરતા હતા.

દરમિયાન પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલતા અંદર સફેદ પાવડરની થેલીઓ જણાઈ હતી અને આ થેલીઓની આડમાં દારૂની પેટીઓ સંતાડેલી મળી હતી. પોલીસે રૂપિયા 38.98 લાખ કિંમતની 19584 નંગ દારૂની બોટલો, મોબાઈલ અને કન્ટેનર મળી કુલ 38.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતા જણાવેલ કે મુંબઈ ગુજરાત હાઇવે પરથી ચીચોટી પાસે રોડ પર ઉભેલા એક કન્ટેનરને લઈને એક મોબાઇલ ધારકે ફોન કરીને જણાવ્યું હતું અને તેની સૂચના મુજબ દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર લઈને નીકળ્યા હતા. અમે અમદાવાદ ગયા બાદ ફોન કરનાર શખ્શે પરત વડોદરા આવવા જણાવેલ એમ બે દિવસ સુધી આમ તેમ ફરતા હતા.


Google NewsGoogle News