Get The App

ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન છે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન છે 1 - image


આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ  : હિન્દી, અંગ્રેજીમાં બંધારણને હાથેથી લખતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય થયો હતો

ભુજ, રાજકોટ : દર વર્ષે 26 નવેમ્બરે, રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. તા. 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું. આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણનો ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર સામ્યવાદી, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવ્યો હતો. 

દુનિયાનું સૌથી મોટુ બંધારણ ભારતનું છે. તે કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્રારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યું હતું. તેને લખતા 2વર્ષ 11મહિના અને 18 દિવસ થયા હતાં અને તેમાં 294 લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. જવાહરલાલ નહેરૂ, ડા. ભીમરાવ આંબેડર, ડા. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ આ સભાના પ્રમુખ સભ્યો હતા. બંધારણ વિશ્વનું સૌથી લાંબું લખાયેલું સંવિધાન છે. બંધારણ લખનારી સમિતીએ તેને હિંદી, અંગ્રેજીમાં હાથથી લખીને કેલિગ્રાફ કર્યું હતું. તેમાં કોઈ ટાઈપિંગ કે પ્રિટિંગ સામેલ ન હતી. 

આઝાદી મળ્યા પછી એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946 રોજ મળી. એ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા ત્યારબાદ 29 ઓગસ્ટ, 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ જેનું નેતૃત્વ ડા. ભીમરાવ આંબેડકર દ્વારા કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બર, 1949નાં રોજ બંધારણના મુસદ્દાનો સ્વીકાર થયો અને 24 જાન્યુઆરી, 1950નાં રોજ 294 સભ્યોએ તેમાં હસ્તાક્ષર કર્યા અને અંતે 26 જાન્યુઆરીએ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ લિખિત અને વિસ્તૃત છે. તેમાં વિવિધ કાયદાઓ અને અધિકારોનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા, યાત્રા, રહેણીકરણી, ભાષણ, ધર્મ, શિક્ષા વગેરેની સ્વતંત્રતા, એક જ રાષ્ટ્રિયતા, રાષ્ટ્રીય સ્તરે જાતિ વ્યવસ્થાની રચના, સમાન નાગરિક સંહિતા અને અધિકૃત ભાષાઓ, કેન્દ્ર ગણરાજ્ય સમાન છે, બુદ્ધ અને બૌદ્ધ અનુાનનો પ્રભાવ, મહિલાઓનાં મતદાન અધિકારને લગતી ઘણી બાબતો દર્શાવાઈ છે.


Google NewsGoogle News