કોંગ્રેસે ઈલેક્શન કમિશન સમક્ષ ચૂંટણીમાં થતી ગેરરીતિ દૂર કરવા રજૂઆત કરી
ગાંધીનગર, તા. 26 સપ્ટેમ્બર 2022 સોમવાર
કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ભાજપ દ્વારા કરાયેલી રજૂઆતો બાદ કોંગ્રેસે કરેલી રજૂઆતો સામે આવી છે.
જે અનુસાર ડુપ્લિકેટ વોટર્સને રદ કરવામાં આવે, ખોટી રીતે નામો રદ કરવા તે મામલે ચકાસણી કરવી, ચૂંટણીમાં થતી તમામ ગેરરીતિ દૂર કરવામાં આવે, EVM મશીનમાં થતી ગેરરીતિ, VVPATમાં મતદાનને સ્લીપમાં બતાવવામાં આવે અને ક્રોસ ચેકિંગ કરવામાં આવે.
વધુ વાંચો: કેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ, કરી મહત્વની રજૂઆતો
આ ઉપરાંત કોંગ્રેસે જણાવ્યુ કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે તૈયાર છે. અત્યારની કેન્દ્ર સરકારે દેશની બંધારણીય પ્રક્રિયાને નબળી પાડીને હાઇજેક કરી છે. ચૂંટણી પંચમાં તેમના માણસો ગોઠવ્યા છે. બેક સીટ ડ્રાઈવિંગ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
વધુ વાંચો: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પહોંચી ગાંધીનગર