Get The App

શુભ પ્રસંગ માટે પરવત ગામનો કોમ્યુનિટી હોલ બુક કરાયો પરંતુ ઠેર ઠેર ગંદકી

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
શુભ પ્રસંગ માટે પરવત ગામનો કોમ્યુનિટી હોલ બુક કરાયો પરંતુ ઠેર ઠેર ગંદકી 1 - image


સુરત મહાનગરપાલિકાએ બનાવેલા કેટલાક કોમ્યુનિટી હોલ ની દેખરેખ ન રખાતી હોવાને કારણે ભાડે લેનાર માટે આ હોલ આફત રૂપ બની રહ્યા છે. લોકો ઓછા ભાડા ને કારણે હોલનું બુકિંગ કરાવી દે છે. પરંતુ કેટલાક કોમ્યુનિટી હોલ માં ભારે ગંદકી અને તોડફોડ સહિત અનેક સમસ્યા હોવાથી મારે લેનાર વ્યક્તિ ની હાલત કફોડી થઈ જાય છે. આવા કોમ્યુનિટી હોલ માં પ્રસંગ ઉજવણી ભાડે લેનાર માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે.  

સુરત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે પાલિકાએ બનાવેલા કોમ્યુનિટી હોલ આશીર્વાદ સમાન છે. પરંતુ પાલિકા દ્વારા આ કોમ્યુનિટી હોલ ની યોગ્ય માવજત ન થતી હોવાને કારણે કોમ્યુનિટી હોલ અને સમસ્યાનો ભંડાર બની રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના   પરવત ગામના કોમ્યુનિટી હોલ ભાડે લેનારા માટે આફત રૂપ બની ગઈ છે. 

પાલિકાના કોમ્યુનિટી હોલનું બુકિંગ કરનારા કમલેશ ભાઈ મનોરો કહે છે, પાલિકાના કોમ્યુનિટી હોલની આવી બદતર હાલત છે તેની ફરિયાદ કરવા માટે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પણ હાજર નથી. આવી સ્થિતિમાં હોલ ભાડે લેનારાઓની મુશ્કેલી વધી રહી છે. અહી ભાડે રાખીને પ્રસંગ માટે આવ્યા હતા પરંતુ ઠેર ઠેર ગંદકી હતી અને ડ્રેનેજ ઉભરાતી હતી તથા અનેક જગ્યાએ ગંદકી હતી. રસોડામાં પણ ભારે ગંદકી હોવાથી રસોઈ બનાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે.

આ અંગે સફાઈ કરનારા કર્મચારીઓને જાણ કરતા તેઓએ કહ્યું કે ટોયલેટ બાથરુમ કે અન્ય કોઈ પણ જગ્યાએ સફાઈ થઈ શકશે નહીં કારણ પાણી આવતું નથી. હાઉસ કિપીંગ કોન્ટ્રાક્ટરને ફોન કર્યો પરંતુ  તેઓએ  કહ્યું મારી જવાબદારી સફાઈની છે પાણીની જવાબદારી પાલિકાના કર્મચારીઓ છે..  અમારે ત્યાં પ્રસંગ છે પરંતુ આવી સ્થિતિ હોવાના કારણે પ્રસંગ બગડે તેવી શક્યતા છે.    આવી સ્થિતિ હોવાના કારણે પાલિકાના કોમ્યુનીટી હોલ ભાડે લેનારાઓએ હોલ ભાડે લેવા પહેલા હોલ ની હાલત જોવી જરૂરી છે. જો પાલિકા હોલ ભાડે લેનારાઓને સફાઈ કે સુવિધા આપી શકતી ન હોય તો લોકો પાસે ભાડું વસુલ કરવું ન જોઈએ તેવી માગણી લોકો કરી રહ્યા છે.


Google NewsGoogle News