700 ગ્રામની બાળકીને સિવિલના ડૉક્ટરે 74 દિવસ સારવાર આપી નવજીવન આપ્યું
- 19 દિવસ વેન્ટિલેટર, 6 દિવસ સી પેપ અને 5 દિવસ ઓક્સિજન પર સારવાર : ખાનગી હોસ્પિટલમાં સારવાર ખર્ચ 10 લાખ થઇ જાત
(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરૃવાર
ગોડાદરાની
મહિલાની ખાનગી હોસ્પિટલ અધૂરા માસે સિઝેરિયન પ્રસુતિ થતા માત્ર ૭૦૦ ગ્રામ ધરાવતી
નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીને સિવિલના બાળકો વિભાગના ડોક્ટરોની ટીમે ૭૪
દિવસ સુધી સઘન સારવાર આપી સાજી કરી નવજીવન આપ્યું છે. એટલુ નહી પણ બાળકીના વજનમાં
વધોરો થઇને ૧ કિલો ૪૦૦ ગ્રામ થયું છે.
ગોડાદરામાં રહેતી ૨૯ વર્ષની ગર્ભવતી રોશની ધનંજય શર્માને તા.૩૧-૧૦-૨૦૨૩ના રોજ પ્રસુતિનો દુઃખાવો ઉપડયો હતો. જેથી ઉધનાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં રોશનીની અધૂરા માસે સિઝેરિયન પ્રસુતિ કરાવતા નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. તે સમયે બાળકીનું વજન માત્ર ૭૦૦ ગ્રામ અને તેની હાલત અત્યંત ગંભીર હતી. ખાનગી હોસ્પિટલના સ્ટાફે તેમના પરિવારને બાળકીની સારવારનો ખર્ચ રૃ.૭ થી ૮ લાખ થશે એવું કહ્યું હતુ. જોકે બાળકીના પરિવારજનો પાસે સારવારના પૈસા ના હોવાથી ચિંતાતુર થઇ ગયા અને તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકો વિભાગમાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરે બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરી હતી. બાળકો વિભાગના વડા ડૉ. જીગીષા પાટોડીયા, ડૉ.ઉપેન્દ્ર ચૌધરી, ડૉ.પ્રફુલ બાંભરોળીયા સહિતના રેસીડન્ટ ડોકટરો અને નર્સિંગ સ્ટાફે સધન અને જરૃરી સારવાર આપતા બાળકીની તબિયતમાં સુધરો આવ્યો છે. ડો.પ્રફુલ બાંભરોળીયાએ કહ્યુ કે સિવિલમાં દાખલ કરી ત્યારે બાળકીનું વજન માત્ર ૭૦૦ ગ્રામ હતુ. તેના ફેફસા કાચા અને શરીરના તમામ અંગો પુરા વિકસીત ન હતા. આવા સંજોગોમાં માત્ર ૩૦ ટકા બાળકો બચવાની શક્યતા હોય છે. તેને ફેફસા પકાવવાના ઇન્જેંકશન આપ્યા, તેને લાગેલો ચેપ દુર કરવા માટે જરૃરી સારવાર આપાઇ, આંખનો વિકાશ ઓછો હોવાથી જરૃરી ઇન્જેંકશન આપ્યા હતા. બાળકીની હાલત નાજુક હોવાથી ૧૯ દિવસ વેન્ટિલેટર, ૬ દિવસ સી પેપ અને ૫ દિવસ ઓક્સિજન પર મળી ૭૪ દિવસ બાળકો વિભાગના ડોક્ટરોની ટીમે સારવાર આપતા તબિયતિમાં સુધારો આવ્યો હતો. એટલુ નહી પણ બાળકનું વજન પણ હાલમાં વધીને ૧ કિલો ૪૦૦ ગ્રામ થયુ છે. હવે બાળકીને રજા ઓપવા માટે તૈયારી કરી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સારવારનો ખર્ચ રૃ.૭ થી ૧૦ લાખ થયો હોય છે પણ નવી સિવિલમાં સારવાર વિનામૂલ્યે સારવાર થઇ હતી.