સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજાઈ
- પાણી અને અન્ન પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું
- ઈ-કેવાયસીની કામગીરી ઝડપથી પુર્ણ કરવા પણ તાકીદ કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી. કેબીનેટ મંત્રએ પાણી અને અન્ન પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સુચનો આપ્યા હતા.
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ જીલ્લામાં ચાલતા વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ-કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી. તેમજ સરકારી યોજનામાં મળતા લાભો તથા ડીબીટી સહાયમાં પારદર્શિતા લાવવા માટે દરેક લોકોનું વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ઈ-કેવાયસી અંગે ફેલાવવામાં આવતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક, નિયંત્રક કાનુની માપ વિજ્ઞાાન નિયામક, જિલ્લા પુરવઠા અધિકારી, પાણી પુરવઠા અને સીંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.