નડિયાદમાં પીપલગની મારામારીનો કેસ પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યો
બંધુ ટોળકીના આરોપીઓને પકડવામાં પોલીસ અસમર્થ
પોલીસ સામે આક્ષેપો કરતી કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પોલીસ સમક્ષ ઘટનાના ફૂટેજ રજૂ કરાયા
નડિયાદના પીપલગમાં વિકાસ આહીર અને તેના મિત્રો પર સિદ્ધાર્થ રબારી, શિવો રબારી સહિત તેમના સાગરીતોએ હિચકારો હુમલો કર્યો હતો. આ હુમલામાં વિકાસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વિકાસે ગતરોજ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી અને પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા, તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય મોટા માથાને પોલીસ પકડતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. હવે આજે વિકાસ આહીરે સમગ્ર મામલે પોલીસ સમક્ષ ઘટનાના સમયગાળા દરમિયાનના સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા છે. જેમાં ઘટનાસ્થળે જતા પહેલા પીપલગ ચોકડી ખાતે ૫ ગાડીઓ સાથે આ સિદ્ધાર્થ, શિવો અને રવિ રબારી અને તેમના સાગરીતો એકત્ર થતા દેખાઈ રહ્યા છે, જ્યાંથી ઘટના સ્થળે પહોંચી અને હિંસક હુમલો કર્યા બાદ પુનઃ પીપલગ ચોકડી ખાતે પાછા આવ્યા હતા.