પાટનગરમાં સિઝનની સૌથી વધુ ઠંડી : લઘુતમ ૮.૬ ડિગ્રી
કોલ્ડવેવની અસરથી જનજીવન ઉપર વિપરીત અસર ઃ ૨૪ કલાકમાં ૪
ડિગ્રીનો ઘટાડો થતા
ઠંડીના તિવ્ર ચમકારાથી ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી
પરિવારોની હાલત કફોડી બની વહેલી પરોઢે અને મોડી રાત્રીના જાહેર માર્ગો તેમજ
બાગબગીચાઓમાં કર્ફ્યુ જેવો માહોલ
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં લોકોને ઠંડી અનુભવવા મળી રહી છે. આમ તો ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ અનુભવવા મળી હોય તે પ્રકારે ઘણા દિવસથી સવારના સમયે નગરજનોને ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે.ત્યારે ગુરુવારે ઠંડા પવનની વચ્ચે નલિયા બાદ ગાંધીનગરમાં સમગ્ર રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.
સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના
પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો.જેની અસર પાટનગર ઉપર પણ વર્તાઈ હોય તે પ્રકારે અચાનક
જ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી પાટનગરવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. તો
ફરીથી અચાનક જ વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ
નોંધાઈ રહી છે. જેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી રહી છે. હાલમાં ડિસેમ્બર માસના
બીજા સપ્તાહમાં શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે
ઠંડીએ પણ જોર પકડયું હોય તે પ્રકારે તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.છેલ્લા
ચાર પાંચ દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા ગુરુવારે નલીયા બાદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર
ગાંધીનગર બન્યું છે.સવારનું તાપમાન ૮.૬ ડિગ્રીએ જ્યારે સાંજનું તાપમાન ૨૬.૮ ડિગ્રી
આવીને અટકી ગયું છે.એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં
૪ ડિગ્રીનો ઘટાડો થવાના કારણે નગરજનો આક્રમક બની રહેલી ઠંડીમાં થરથરી રહ્યા છે.જેની
અસર નગરજનોને દિવસ દરમિયાન અનુભવવા મળી રહી છે.
દિવસ અને રાત્રિના તાપમાનમાં ૧૮ ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ
યથાવત રહેવા પામ્યું છે. ત્યારે વધી રહેલી ઠંડીમાં ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો
તથા પશુ પક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે.આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી
પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો
બીજી તરફ પાટનગરવાસીઓને સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો ગુરુવારે કરવો પડયો હતો
અઠવાડિયામાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રી ગગડયો
રાજ્યના પાટનગરમાં ડિસેમ્બર માસના દિવસોમાં ઠંડી આક્રમક બની
હોય તે પ્રકારે છેલ્લા એક સપ્તાહથી અનુભવવા મળી રહ્યું છે.ત્યારે ગત ગુરુવારે
લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી હતો. જેમાં સતત ઘટાડો થવાના કારણે ગુરુવારે ઠંડીનો
પારો ૮.૬ ડિગ્રી આવીને અટકી જતા નગરજનોને આ વર્ષે શરૃ થયેલી શિયાળાની મોસમની સૌથી
વધુ ઠંડીનો અહેસાસ કરવો પડયો છે.