Get The App

મુળીના સરા ગામનું બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
મુળીના સરા ગામનું બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું 1 - image


- બાથરૂમમાં જ્યા જુઓ ત્યાં દારૂની કોથળીઓ મળે

- ત્રણ વર્ષ પહેલા અંદાજે 1.56 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ

સુરેન્દ્રનગર : સરા બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. દિવસ ઉગે અને અસામાજિક તત્વો લુખ્ખાગીરી ચાલુ કરી દે છે. ત્રણ વર્ષ પહેલા અંદાજે ૧.૫૬ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ છે. બસ સ્ટેન્ડના બાથરૂમમાં જ્યાંજુઓ ત્યાં દારૂની કોથળીઓ મળે.

મુળી તાલુકાનું સરા ગામ સુવિધા તેમજ વસ્તીના આધારે મોટું ગામ છે. ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તેમજ ગામમાં હટાણું મોટું હોય આસપાસના ગામોના લોકો પણ ખરીદી કરવા સરામાં આવે છે. ત્યારે ગામમાં અંદાજે બે-ત્રણ વર્ષ પહેલા એસ.ટી. બસનો વધુ લાભ મળે તેવા હેતુથી રૂા.૧.૫૬ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ બસ સ્ટેન્ડમાં સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે. 

આ ઉપરાંત બસ સ્ટેન્ડના શૌચાલયમાં નાંખવામાં આવેલ નળ અને અન્ય સામાનની ચોરી થઈ ગઈ છે તેમજ શૌચાલય સહિત અન્ય જગ્યાએ અસામાજીક તત્વો દ્વારા દારૂની મહેફીલ માણ્યા બાદ તેની કોથળીઓ પણ ત્યાં જ ફેંકી દે છે જેના કારણે બસ સ્ટેન્ડમાં સામાન્ય વર્ગના લોકોને બસ સ્ટેન્ડમાં આવવું પણ મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં અને શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. ત્યારે આ મામલે પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :