પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સ્મીમેરમાંથી સિવિલમાં ખસેડાયો, અંતિમક્રિયા ખોરંભે
- અકસ્માતમાં મૃતકનો મૃતદેહ રાતે લવાયો, સવારે કહી દીધું, અમારી હદ નથી : બાદમાં સિવિલમાં પોસ્ટમોર્ટમ ત્રણ કલાક મોડું થયું
સુરત,:
પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગત મોડી રાતે કોસંબામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં મુક્યો હતો. જોકે આજે શનિવારે સવારે સ્મીમેરમાંથી અમારી હદ નહી લાગે એવુ કહ્યુ હતુ. જેથી તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડાયો હતો.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભરૃચના જાડેશ્વર ચોકડી પાસે રહેતા ૫૩ વર્ષીય મનસુખ દુર્લભ સોલંકી ગત તા.૯મીએ સાંજે બાઇક પર કિમ ખાતે મજુરી કામ કરીને ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે કોસંબા ખાતે ધામરોડગામની સીમમાં મીના હોટલ પાસે બાઇકને અજાણ્યા વાહેને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે ભરૃચ બાદ સુરત નવી સિવિલમાં ખસેડાયા હતા. બાદાં વધુ સારવાર માટે વરાછા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં શુક્રવારે સાંજે તેમનું મોત નીંપજયું હતુ. બાદમાં મોંડી રાતે તેમનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૃમમાં મુક્યો હતો.
બાદમાં આજે સવારે પોલીસજવાનો તેમના પોસ્ટમોર્ટમ કરાવવાના કાગળો લઇને ડોકટર પાસે ગયા હતા. ત્યારે ડોકટરે કહ્યુ કે, અમારી હદમાં નહી હોવાથી તેમનું પોસ્ટમોર્ટમ નવી સિવિલમાં થશે. બાદમાં તેમનો મૃતદેહ લઇને નવી સિવિલમાં આવ્યા હતા. બાદમાં તેમનું પોસ્ટમોર્ટમ બપોર થયુ હતુ. જયારે મનસુખભાઇના પરિવારના સભ્યોએ કહ્યુ કે સ્મીમેરના ડોકટર માનવતા ધોરણે પણ પોસ્ટમોર્ટમ કર્યુ નહી. જોકે તેઓ સવારે પોસ્ટમોર્ટમ કરી નાખતે, તો સવારે તેમનો મૃતદેહ લઇને વત જુનાગઢમાં વિસાવદરમાં જાંબુડીગામ લઇ જતે. પણ સિવિલમાં બપોરે તેમને પી.એમ થયા બાદ વતન અંતિમ સંસ્કરા માટે તેમો મૃતદેહ લઇને જવા છે. જોકે તેમનું પી.એમ ૩થી૪ કલાક મોંડુ થવાના લીધે તેમની અંતિમક્રિયા આજે શનિવારને બદલે રવિવારે કરવી પડેશે.