નિઝામપુરાના કોમ્પલેક્ષમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
યુવક પાસેથી મળેલા મોબાઇલ ફોન પરથી મૃતકની ઓળખ થઇ
વડોદરા, નિઝામપુરા કૃણાલ કોમ્પલેક્ષના પહેલા માળેથી એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના મોતનું કારણ જાણવા માટે પોલીસે પી.એમ.કરાવ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે સવારે નિઝામપુરાના કૃણાલ કોમ્પલેક્ષના પહેલા માળેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફતેગંજ પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. યુવક પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો તેના આધારે પોલીસે તેની ઓળખ કરતા તેનું નામ આકાશ પ્રવિણભાઇ શાહ ,ઉ.વ.૩૪ (રહે. વીર નગર સોસાયટી, કારેલીબાગ) હોવાનું જાણવા મળ્યું હતું. આકાશ નશા મુક્તિ કેન્દ્રમાં હતો.યુવકના મોતનું કારણ જાણવા માટે મૃતકના વિસેરાના સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.