જામનગર શહેરમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
જામનગર શહેરમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો 1 - image


                                                           Image Source: Freepik

જામનગર, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર  

જામનગરમાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી તપાસ શરુ કરી છે. જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાંથી ૫૦ થી ૫૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.

આ બનાવ અંગે મોક્ષ ફાઉન્ડેશનના પ્રમુખ વિક્રમસિંહ ભીખુભા ઝાલાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે અને મૃતદેહની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.મૃતક રખડતું ભટકતું જીવન જીવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News