8 દિવસ પહેલા ગુમ થયેલા વૃધ્ધાની સરથાણાની ખાડીમાંથી લાશ મળી
સુરત :
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં લસકાણા પોલીસ ચોકી પાસે શામળા રો હાઉસમાં રહેતા 72 વર્ષીય સવિતાબેન સમજુભાઇ વોરા ગત તા.4થીએ સવારે ઘરે કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતા. તે મોડી સાંજ સુધી ઘરે નહી જતા તેમના પરિવારે તેમની શોધખોળ આદરી હતી. પણ તેમની ભાળ ન મળતા સરથાણા પોલીસ મથકમાં ગુમ થવાની ફરીયાદ નોધાવી હતી. દરમિયાન ગુરૃવારે બપોરે સરથાણાના ખોલવાડ રોડ એ.ડી.આર ફાર્મ પાસે ખાડીમાં પાણી માંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તેમના પરિવારને જાણ થતા ત્યાં જઇને તેમની ઓળખ કરી હતી. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ઘરી છે.