Get The App

દસાડાના કચ્છના નાના રણમાંથી કોહવાયેેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
દસાડાના કચ્છના નાના રણમાંથી કોહવાયેેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો 1 - image


- મૃતદેહને પીએમ અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો

- મૃતક યુવકના મોત પાછળનું કારણ અને ઓળખ કરવા ઝીંઝુવાડા પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર : દસાડા તાલુકના કચ્છના નાના રણમાંથી કોહવાયેેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃતક યુવકના મોત પાછળનું કારણ અને ઓળખ કરવા ઝીંઝુવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

દસાડા તાલુકાના ઝીંઝુવાડાથી અંદાજે ૧૮ કિલોમીટર દૂર આવેલા કચ્છના નાના રણમાં બાવળની આડમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા ત્યાંથી પસાર થતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને આ અંગે ઝીંઝુવાડા પોલીસને જાણ કરતા ઝીંઝુવાડા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી અંદાજે પાંચ થી છ દિવસ પહેલા મોત નિપજ્યું હોવાનું અને મૃતક યુવકની ઉંમર અંદાજે ૩૦થી ૩૫ વર્ષ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે મૃતક યુવકની હત્યા નિપજાવી છે કે આત્મહત્યા કરવામાં આવી છે તે અંગેનું સાચું કારણ જાણવા ઝીંઝુવાડા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતક યુવક કોણ છે, કચ્છના નાના રણમાં કેવી રીતે અને ક્યારે પહોંચ્યો સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News