બિલાસપુર હાપા ટ્રેનને ઓખા મોકલીે ખાલી દોડાવાય પણ મુસાફરોને બેસવાની મનાઈ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
બિલાસપુર હાપા ટ્રેનને ઓખા મોકલીે ખાલી દોડાવાય પણ મુસાફરોને બેસવાની મનાઈ 1 - image


350  KM સુધી વીજળી ડીઝલનો વેડફાટ હાપા- બિલાસપુર, ઓખા નાથદ્વારા ટ્રેનમાં એક જ રેક વપરાય અને રૂટ પુરો થયા પછી હાપા અને ઓખા સુધી મુસાફર વગર ખાલી દોડાવી બુદ્ધિનું પ્રદર્શન : રેલવેમાં બે પ્રકારના સ્ટોપેજ હોય છે એક કોમર્સિયલ હોય છે અને એક ઓપરેશનલ હોય છે. કોમર્સિયલ રૂટમાં સ્ટોપેજ હોય એ સ્ટોપે ગાડી ઉભી રહે અને એની ટિકિટ પણ ઓફલાઈન ઓનલાઈન મળે જયારે ઓપરેશનલ હોય એમાં સ્ટોપેજ હોતા નથી અને એમાં મુસાફરોને એલાઉડ કરાતા નથી. : રેલવે

ઓખા, : એક એક પાઈની આવક માટે તલસતા રેલવે તંત્રની બલિહારી જુઓ અહી આવતી જતી બિલાસપુર હાપા સુધીની ટ્રેનનો  રેલવે તંત્ર રૂટ પુરો થયા પછી હાપા અને ઓખા સુધી કોઈ મુસાફરને ટિકિટ આપીને લઈ જવાના બદલે ખાલી ખમ દોડાવી  આ ટ્રેનની રેકને ઓખા થી નાથદ્વારા રૂટમાં વાપરવા માટે અપડાઉન 350  કિલોમીટર સુધી ઈંધણ ખર્ચનો ભારે વેડફાટ કરાઈ રહ્યું છે. આમ છતા મુસાફર સાથે આ ટ્રેન દોડાવવામાં આવતી નથી. રેલવે કહે છે કે આ ઓપરેશનલ સંચાલન હોવાથી ખાલી દોડે છે જો કોમર્સિયલ હોય તો જ ટ્રેનમાં સ્ટોપેજ અપાય અને ટિકિટ આપી શકાય છે. 

હાપા - બિલાસપુર - હાપા અને નાથદ્વારા ઓખા રૂટમા બન્નં સાપ્તાહિક ટ્રેન માટે એક જ રેક વાપરવામાં આવે છે. હાલ એમાં એલબીએચ કેટેગરીના કોચ જોડીને રેલવેએ સારૂ કામ કર્યું છે.પણ આ જ રેલવે તંત્રનો કોમર્સ વિભાગ અકકલનું પ્રદર્શન કરી રહ્યો છે. હાપા બિલાસપુર ટ્રેનને જામનગર સુધી લંબાવવાની વારંવાર રજુઆતોને જરા પણ ધ્યાને ન લેતા રેલવેતંત્ર આ ટ્રેન જયારે બિલાસપુરથી હાપા આવે ત્યારે ે ઓખા સુધી 'મુસાફરો સાથે'  લંબાવી દેતા નથી. અને હાપામાં રૂટ પુરો કરીને ઓખા સાફસફાઈ માટે મોકલવામાં આવે છે ત્યારે ખાલી મોકલવામાં આવે છે. . હાપાથી ઓખા સુધી  જામનગર,જામખંભાળીયા,દ્વારકા સુધી ખૂબજ ટ્રાફિક હોય છે એને અવગણીને રેલવેને ખોટના ખાડામાં ઉતારવામાં આવે છે. આવી જ  રીતે આ ટ્રેનને ઓખા નાથદ્વારા ઓખા રૂટમાં  વપરાયેલી રેકને ફરી 'હાપા બિલાસપુર 'રૂટ બનાવીને મોકલવા માટે  ઓખા હાપાથી સુધી ખાલીખમ દોડાવવામાં આવે છે. રાતના  સમયે ઓખા સુધી ફકત એક જ  ગાર્ડ ટ્રેનમાં હોય છે ,મુસાફરો હોતા નથી.ટિકિટ પણ અપાતી નથી.જો આ ટ્રેનને ઓખાથી જ  જો ઓખા બિલાસપુર બનાવીને  ડાયરેક્ટ  દોડાવવામાં આવે અને બૂકિંગ કરવામાં આવે તો રેલવેને મોટી આવક કમાણી થાય એમ છે.  બીજી વાત એ છે કે નાથદ્વારા જવા માટે આ ટ્રેન ફરી ફરીને જતી હોવાથી બોરિંગ જર્ની બની જાય છે. એને સીધા માર્ગ પર દોડાવી અંતર ઘટાડવા રેલવે તંત્ર કશું જ કરતું નથી. લોકમાગણીને પણ ધ્યાને લેતું નથી. 

રેલવે તંત્ર કહે છે કે રેલવેમાં બે પ્રકારના સ્ટોપેજ હોય છે એક કોમર્સિયલ હોય છે અને એક ઓપરેશનલ હોય છે. કોમર્સિયલ રૂટમાં સ્ટોપેજ હોય એ સ્ટોપે ગાડી ઉભી રહે અને એની ટિકિટ પણ ઓફલાઈન ઓનલાઈન મળે જયારે ઓપરેશનલ હોય એમાં સ્ટોપેજ હોતા નથી અને એમાં મુસાફરોને એલાઉડ કરાતા નથી.


Google NewsGoogle News