કલોલના નારદીપુરમાં ગૌચરમાં થયેલાં દબાણો તંત્રએ દૂર કર્યા
દબાણો દૂર કરી ત્રણ કરોડની જમીન પરત મેળવી
ગૌચરની જમીન ઉપર તાણી બાંધવામાં આવેલા ચાર મકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું
કલોલ : કલોલ તાલુકાના નારદીપુર ગામે આવેલા ગૌચરની જમીન ઉપર દબાણો કરી દેવામાં આવ્યા હતા દબાણ કરતા હોય એ ચાર મકાનો બનાવી દીધા હતા ત્યારે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો ઉપર જીસીબી ફેરવી દેવામાં આવ્યું હતું તંત્ર એ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડીને જમીન પરત મેળવી હતી.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના નારદીપુર ગામે
ગૌચરની જમીનોમાં દબાણો કરી દેવામાં આવ્યા હતા દબાણ કરતા હોય અહીં ચાર મકાનો બનાવી
દીધા હતા અને મકાનના આગળ પણ જગ્યા માં વાડા કરી લીધા હતા જે બાબતે અવારનવાર જાગૃત
નાગરિકો દ્વારા દબાણ દૂર કરવા માટે અરજીઓ કરવામાં આવી હતી તેના પગલે તંત્ર દ્વારા
દબાણ કરતા અને જમીન ખાલી કરી દેવા માટે નોટિસો ફટકારી દેવામાં આવી હતી નોટિસોનો
અમલ કરવામાં ન આવતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી
કરવામાં આવી હતી કલોલ તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયત અને કલોલ મામલતદાર કચેરી તથા
જીઈબીના અધિકારીઓ સાથે તંત્ર ગેરકાયદેસર દબાણો ઉપર ત્રાટક્યું હતું અને તંત્રએ
જેસીબીની મદદથી ગૌચર જમીન ઉપર થયેલ ચાર મકાનોના દબાણો દૂર કર્યા હતા તંત્રએ દબાણ
દૂર કરીને ત્રણ વીઘા જમીન ખાલી કરાવી હતી અંદાજે રૃપિયા ત્રણ કરોડની કિંમતની જમીન
તંત્ર એ પરત મેળવી હતી.