Get The App

ચૌટા બજારમાં દિવાળીનો માહોલ જામ્યો, ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
ચૌટા બજારમાં દિવાળીનો માહોલ જામ્યો, ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી 1 - image


સુરત, તા. 09 નવેમ્બર 2023 ગુરૂવાર

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સુરતના ચૌટા બજાર વિસ્તારમાં ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે ખરીદી માટે નું એકમાત્ર સ્થળ ગણાતું સુરતનું ચૌટા બજાર ગ્રાહકોની ભીડ થી ઉભરાઈ રહ્યું છે. બજારમાં ભીડ ભલે દેખાતી હોય પરંતુ ખરીદી પર લોકો 25 થી 30 ટકાનો કાપ મૂકી રહ્યા હોવાનો સુર વેપારીઓ પુરાવી રહ્યા છે. જોકે દિવાળીના તહેવારને ચાર દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે દિવાળીના એક દિવસ અગાઉ ઘરાકીમાં વધારો થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

તહેવાર કોઈપણ હોય તેની ઉજવણી કરવામાં સુરતી લાલાઓ ક્યારેય પણ પાછા-પાણી કરતા નથી.તેજ કારણ છે કે દિવાળીનો તહેવાર નજીક હોવાથી સુરતના ચૌટા બજારમાં ખરીદી માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળીના પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ક્યારે દિવાળીના પર્વની ઉજવણી કરવા સુરતી લાલાઓ ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તેમાં પણ સુરત શહેર દક્ષિણ ગુજરાતના લોકો માટે ખરીદી માટેનું માણીતુ સ્થળ ગણાતું સુરતનું ચૌટા બજાર ગ્રાહકોની ભારે ભીડથી ઉભરાઈ રહ્યું છે.જોકે વેપારીઓનું કહેવું છે કે ચૌટા બજારમાં હાલ લોકોની ભીડ ભલે દેખાતી હોય પરંતુ ખરીદી પર લોકો 25 થી 30 ટકાનો હાલ કાપ મૂકી રહ્યા છે. એક રીતે ગ્રાહકે પર મોંઘવારીની માર ક્યાંક નડી રહયો છે.બીજી તરફ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળીના બે દિવસ અગાઉ બજારમાં ગ્રાહકી નો માહોલ જામે તેવી આશા છે. દિવાળીનો પર્વ એ સૌ કોઈ લોકો માટે સૌથી મહત્વનો પર્વ ગણવામાં આવે છે. તેમાં પણ સુરતી લાલાઓની જ્યારે વાત કરવામાં આવે તો કોઈપણ તહેવાર હોય તેઓ ઉજવણી કરવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. 

જેથી હાલ સુરતી લાલાઓ મન મૂકીને દિવાળીના પર્વની સૌ પરિવાર જોડે ઉજવણી કરવા ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.. સુરતનું ચૌટા બજાર માત્ર સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના લોકો માટે પણ ખરીદી માટેનું મનગમતું સ્થળ ગણવામાં આવે છે. જેમાં સુરત સહિત નવસારી, વલસાડ ,બીલીમોરા જેવા જિલ્લાઓમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા આવી રહ્યા છે… એક રીતે સુરતના ચૌટા બજારમાં હાલ ગ્રાહકીનો માહોલ ક્યાંક મંદ તો ક્યાંક તેજીની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News