ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી કથિત પ્રેમીએ અશ્લીલ વિડીયો અને ફોટા અપલોડ કર્યા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી કથિત પ્રેમીએ અશ્લીલ વિડીયો અને ફોટા અપલોડ કર્યા 1 - image



- અપશબ્દો બોલતો હોવાથી વાત કરવાનું બંધ કર્યુ તો આત્મહત્યા કરી ખોટા કેસમાં ફસાવવાની અને હાથ પર બ્લેડ મારી વિડીયો કોલ કર્યોઃ ઘરે જાણ કરી તો પ્રેમી અને તેના ભાઇ-ભાભીએ માફી માંગી પરંતુ ત્યાર બાદ પણ વિડીયો અપલોડ કર્યા

સુરત

પાંડેસરા વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય યુવતીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અશ્લીલ ફોટો અને વિડીયો અપલોડ કરવાની સાથે વિડીયો કોલમાં કપડા ઉતારવાની માંગણી કરનાર કથિત પ્રેમી વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુ.પીવાસી પૂનમ (નામ બદલ્યું છે) ને દોઢ વર્ષ અગાઉ રહેણાંક સોસાયટી નજીક રહેતા શિવકુમાર મૌર્યા (રહે. શાંતાનગર સોસાયટી, પાંડેસરા) સાથે મિત્રતા થઇ હતી અને મોબાઇલ પર સંર્પકમાં રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શિવકુમારે અપશબ્દો ઉચ્ચારતો હોવાથી પૂનમે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી જો મારી સાથે વાત નહીં કરશે તો હું આત્મહત્યા કરી ખોટા કેસમાં ફસાવવાની અને હાથ ઉપર બ્લેડ મારી વિડીયો કોલ કરતો હોવાથી પૂનમ ના છુટકે વાત કરતી હતી. ઉપરાંત રસ્તામાં આંતરી માર મારવાની સાથે વિડીયો કોલ કરી કપડા ઉતારવાની અને સેલ્ફી તથા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અપલોડ કર્યા હતા.

ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી કથિત પ્રેમીએ અશ્લીલ વિડીયો અને ફોટા અપલોડ કર્યા 2 - image

જેમાં શિવકુમારે લખ્યું હતું કે કિસી ભાઇ કો ઇસ કા વિડીયો ચાહિયે તો યે નંબર પે મેસેજ કરો, મેં ભેજતા હું પુરા વિડીયો. જેની જાણ માતા-પિતાને થતા પૂનમને ઠપકો આપ્યો હતો અને શિવકુમારના ઘરે જાણ કરી હતી. જે તે વખતે શિવકુમાર અને તેના ભાઇ-ભાભીએ માફી માંગી હતી અને બીજી વખત નહીં કરશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ ત્યાર બાદ પણ પૂનમના નામે ફેક આઇડી બનાવી અશ્લીલ વિડીયો અને ફોટો અપલોડ કર્યા હતા.


Google NewsGoogle News